ભારતની યજમાનીમાં પ્રથમ વખત આયોજિત થવા જઈ રહેલા વનડે વર્લ્ડ કપની ટ્રોફી લોન્ચ કરવામાં આવી છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ સોમવારે ટ્રોફીને અંતરિક્ષમાં લોન્ચ કરી હતી. આ સાથે ટ્રોફીની વર્લ્ડ ટૂર પણ જાહેર કરવામાં આવી હતી. આ ટ્રોફી 27 જૂનથી શરૂ થનારી વર્લ્ડ ટૂર અંતર્ગત 18 દેશોની યાત્રા કર્યા બાદ ભારત પરત આવશે. આ પ્રવાસ 4 સપ્ટેમ્બરે સમાપ્ત થશે.
ICCએ અમેરિકાની ખાનગી સ્પેસ એજન્સી ‘સેન્ટ ઈન્ટો સ્પેસ’ની મદદથી બલૂનની મદદથી ટ્રોફીને અંતરિક્ષમાં મોકલી હતી. પૃથ્વીની સપાટીથી 12,000 ફૂટની ઊંચાઈએ પહોંચ્યા પછી સ્ટ્રેટોસ્ફિયરમાં ટ્રોફી લોન્ચ કરવામાં આવી હતી. સ્ટ્રેટોસ્ફિયર એ પૃથ્વીના વાતાવરણનું બીજું સ્તર છે, જે ટ્રોપોસ્ફિયરની ઉપર અને મેસોસ્ફિયરની નીચે સ્થિત છે. અહીં 4K કેમેરાની મદદથી કેપ્ચર કરાયેલા કેટલાક અદ્ભુત વીડિયો શૉટ્સ છે, જે ICC દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.
Stratospheric: ICC World Cup 2023 Trophy Tour launched in spectacular fashion
Read @ANI Story | https://t.co/8vOmEPV9c9#ICC #ICCWorldCup2023 #ICCWorldCupTrophy #ICCWorldCupTrophyTour pic.twitter.com/E2t3gAU1NB
— ANI Digital (@ani_digital) June 26, 2023
ભારતમાં આ વર્ષે યોજાનારા વન-ડે વર્લ્ડ કપ ટ્રોફીનું અનાવરણ બીસીસીઆઈ દ્વારા અનોખા અંદાજમાં કરવામાં આવ્યું. બોર્ડ સેક્રેટરી જય શાહે ટ્વીટ કરી એક વીડિયો શેર કર્યો, જેમાં વર્લ્ડ કપ ટ્રોફીને સ્પેસમાં મોકલવામાં આવી હોવાનું દર્શાવવામાં આવ્યું. આ ટ્રોફી અવકાશની સફર બાદ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે લેન્ડ કરાવવામાં આવી હતી. વીડિયોમાં જણાવવામાં આવ્યું કે કઈ રીતે પ્રથમવાર ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી સ્પેસમાં મોકલવામાં આવી અને ત્યાં તેનું અનાવરણ કરવામાં આવ્યું. આ વર્ષે યોજાનાર વન-ડે વર્લ્ડ કપના કાર્યક્રમની ભવ્ય અંદાજમાં મુંબઈ ખાતે આજે જાહેરાત કરવામાં આવશે.
An out-of-this-world moment for the cricketing world as the #CWC23 trophy unveiled in space. Marks a milestone of being one of the first official sporting trophies to be sent to space. Indeed a galactic start for the ICC Men's Cricket World Cup Trophy Tour in India. @BCCI @ICC… pic.twitter.com/wNZU6ByRI5
— Jay Shah (@JayShah) June 26, 2023
ક્રિકેટ ભારતને એક કરે છે: જય શાહ
BCCI સેક્રેટરી જય શાહે કહ્યું, ‘ક્રિકેટના વિશ્વભરમાં કરોડો ચાહકો છે. આ પ્રવાસ દ્વારા, અમે ટ્રોફીને દરેક ખૂણે ખૂણે લઈ જઈ શકીશું. ક્રિકેટ ભારતને એક કરે છે. આખો દેશ વર્લ્ડ કપને લઈને ઉત્સાહિત છે. અમે વિશ્વની 10 શ્રેષ્ઠ ટીમો વચ્ચેની કોન્ટેસ્ટનું આયોજન કરવા તૈયાર છીએ.
ટ્રોફી 18 દેશોની મુલાકાત લેશે
વિશ્વ કપની ટ્રોફી કુવૈત, બહેરીન, મલેશિયા, યુએસએ, નાઇજીરિયા, યુગાન્ડા, ફ્રાંસ, ઇટાલી, યુએસએ અને યજમાન રાષ્ટ્ર ભારત સહિત વિશ્વના 18 દેશોના 40+ શહેરોમાં જશે.
ક્રિકેટને પ્રોત્સાહન આપવું એ અમારું મિશન છે: એલાર્ડિસ
ICCના ચીફ એક્ઝિક્યુટિવ જ્યોફ એલાર્ડિસે કહ્યું, ‘ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ટ્રોફી ટૂર મહત્ત્વપૂર્ણ રહેશે. વર્લ્ડ કપમાં 100 દિવસ બાકી છે, તે અમારા માટે મોટી ઉપલબ્ધિ હશે. અમે આ પ્રવાસ દ્વારા અન્ય દેશોમાં ક્રિકેટને પ્રોત્સાહન આપી શકીશું. આ પ્રવાસ અમને દેશોના લોકોને મળવા અને વાત કરવાની તક આપશે. આ સાથે, અમે કોમ્યુનિટી ક્રિકેટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ પણ શરૂ કરી શકીશું.
આજે કાર્યક્રમની જાહેરાત થઈ શકે છે
ભારતમાં આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર 2023 વનડે વર્લ્ડ કપનું શિડ્યૂલ મંગળવારે જાહેર થઈ શકે છે. ICCએ આ દિવસે મુંબઈમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું છે. રિપોર્ટ્સ અનુસાર આ દિવસે વર્લ્ડ કપનું શિડ્યૂલ જાહેર કરવામાં આવશે. આ ટુર્નામેન્ટ 5 ઓક્ટોબરથી યોજાવાની છે, તેથી આ દિવસ પછી વર્લ્ડ કપમાં માત્ર 100 દિવસ જ બાકી રહેશે, તે જોતાં આ દિવસ ટુર્નામેન્ટનું શિડ્યૂલ જાહેર કરવા માટે શ્રેષ્ઠ જણાય છે. તમને જણાવી દઈએ કે BCCIએ ઘણા સમય પહેલાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ને વનડે વર્લ્ડના શિડ્યૂલનો ડ્રાફ્ટ મોકલ્યો છે.
વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું સંભવિત શિડ્યુલ
ભારતે પ્રથમ વખત વર્લ્ડ કપની સંપૂર્ણ યજમાની કરી
ભારત પ્રથમ વખત સમગ્ર વર્લ્ડ કપની યજમાની કરી રહ્યું છે. અગાઉ, ભારત તેના પડોશી દેશો સાથે આ મેગા ટુર્નામેન્ટનું આયોજન કરી ચૂક્યું છે.
જેમાં 10 ટીમો ભાગ લઈ રહી છે
આ ટુર્નામેન્ટ 46 દિવસ ચાલશે અને ત્રણ નોકઆઉટ સહિત 48 મેચો રમાશે. આ વખતે વર્લ્ડ કપમાં 10 ટીમો ભાગ લેશે.