ભાજપા સાંસદ રવિ કિશનની પુત્રી ઈશિતા શુક્લા ડિફેન્સ ફોર્સમાં જોડાઈ છે. તે ભારત સરકારની અગ્નિપથ યોજના હેઠળ ડિફેન્સ ફોર્સનો ભાગ બની છે. આ યોજના ગયા વર્ષે જ શરૂ કરવામાં આવી હતી. આ વર્ષની શરૂઆતમાં રવિ કિશને તેમની પુત્રી માટે ડિફેન્સ ફોર્સમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જાન્યુઆરીમાં ગણતંત્ર દિવસની પરેડ દરમિયાન તેમણે કહ્યું હતું કે ઈશિતા તે દિવસે પરેડમાં ભાગ લેનાર દિલ્હી ડિરેક્ટોરેટની 7 ગર્લ્સ બટાલિયનની કેડેટ્સનો ભાગ હતી. રવિ કિશને પોતાની પુત્રીની આ સિદ્ધિની પુષ્ટિ ટ્વિટર પર કરી હતી. આ પહેલા તેમણે ગયા વર્ષે 15 જૂને એક ટ્વીટ કર્યું હતું. જેમાં લખ્યું હતું કે, ‘સવારે પુત્રીએ કહ્યું કે હું અગ્નિપથ યોજના હેઠળ સેનામાં જોડાવા માંગુ છું. મેં તેને કહ્યું, બેટા ગો અહેડ.’
मेरे मित्र, वरिष्ठ भाजपा नेता एवं गोरखपुर सांसद श्री रवि किशन जी की बेटी इशिता शुक्ला को ‘महिला अग्निवीर’ बनने पर हार्दिक बधाई! अब वह #AgnipathScheme के तहत एक सैनिक के रूप में Defence Force को जॉइन करेगी। बेटी इशिता की उपलब्धि देशभर के युवा के लिए प्रेरणा का स्त्रोत है। मैं… pic.twitter.com/MxuRP1qLCG
— Dinesh Khatik (@MLADineshKhatik) June 27, 2023
ઈશિતાને શ્રેષ્ઠ કેડેટનો એવોર્ડ આપવામાં આવ્યો હતો
રવિ કિશનની પુત્રી ઈશિતા શુક્લા 21 વર્ષની થઈ ગઈ છે. તેનો જન્મ 10 ફેબ્રુઆરીએ જૌનપુરમાં થયો હતો. તેણે દિલ્હી યુનિવર્સિટીની રાજધાની કોલેજમાં અભ્યાસ કર્યો હતો. ઈશિતા એનસીસીમાં કેડેટ રહી ચૂકી છે. તેને વર્ષ 2022માં NCC ADG એવોર્ડ ઑફ એક્સલન્સ એનાયત કરવામાં આવ્યો હતો. કર્નલ રાજ્યવર્ધન સિંહ રાઠોડ દ્વારા તેમને શ્રેષ્ઠ કેડેટનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તે ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે.
ઈશિતાને કુલ ચાર બહેનો અને ભાઈઓ
ટ્રાવેલિંગ સિવાય તે ઈન્ડોર શૂટિંગની પણ શોખીન છે. ઈશિતાને કુલ ચાર બહેનો અને ભાઈઓ છે. તેમાં તનિષ્કા શુક્લા ઈશિતાની મોટી બહેન છે. તનિષ્કા બિઝનેસ મેનેજર અને રોકાણકાર છે. બીજા સ્થાને તેની બહેન રીવા શુક્લા છે. તે બોલીવુડ અભિનેત્રી છે. ઈશિતાને એક ભાઈ પણ છે. જેનું નામ સક્ષમ શુક્લ છે.
શું છે અગ્નિવીર યોજના?
રક્ષા મંત્રાલયે ભારતીય સેનાના ત્રણેય પાંખો આર્મી, એરફોર્સ અને નેવીમાં અનુક્રમે જવાનો, એરમેન અને નાવિકની જગ્યાઓ પર ભરતી માટે અગ્નિપથ યોજના લાવી હતી. આમાં પ્રવેશ મેળવ્યા પછી, ઉમેદવારો અગ્નિવીર તરીકે ઓળખાય છે. તેમનો કાર્યકાળ ચાર વર્ષનો છે. આ યોજના હેઠળ 17.5 વર્ષથી 21 વર્ષની વયના લોકો પ્રવેશ મેળવવા માટે અરજી કરી શકે છે.