એકેડેમી ઓફ મોશન પિક્ચર્સ એન્ડ આર્ટ્સની નવી લિસ્ટ જાહેર કરવામાં આવી છે જેમાં આ વર્ષે 398 નવા સભ્યો તેમની સાથે જોડાયા છે. આ લિસ્ટમાં ઘણા આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ સહિત કેટલાક ભારતીય નામ પણ સામેલ છે. લિસ્ટમાં સામેલ ભારતીય સભ્યોમાં RRR ફિલ્મ એક્ટર જુનિયર એનટીઆર અને રામ ચરણ, નિર્માતા કરણ જોહર અને સિદ્ધાર્થ રોય કપૂર, દિગ્દર્શકો મણિરત્નમ અને ચૈતન્ય તામ્હાણે, સંગીત નિર્દેશક એમએમ કીરાવણી અને ચંદ્રબોઝ, કાસ્ટિંગ ડિરેક્ટર કેકે સેંથિલ કુમાર અને ડોક્યુમેન્ટ્રી મેકર શૌનક સેનનો સમાવેશ થાય છે.
Ram Charan, Jr NTR, Karan Johar invited by Oscars to join the Academy
Read @ANI Srory | https://t.co/HKkKbe2u8q#RamCharan #JrNTR #KaranJohar #RRR #Oscars pic.twitter.com/AaEchXJYoN
— ANI Digital (@ani_digital) June 29, 2023
આ નામોનો પણ થયો સમાવેશ
આ લિસ્ટમાં અન્ય કટલાક નામો બેલા બાજરિયા (એક્ઝિક્યુટિવ, નેટફ્લિક્સ), રફીક ભાટિયા (સંગીત, એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ), અદ્રિઝ પારેખ (સિનેમેટોગ્રાફર, ધ ઝૂકીપર્સ વાઈફ), શિવાની પંડ્યા મલ્હોત્રા (એક્ઝિક્યુટિવ રેડ સી ફિલ્મ્સ), શિવાની રાવત (એક્ઝિક્યુટિવ, શિવ રંસ પિક્ચર્સ), ગિરીશ બાલકૃષ્ણન (પ્રોડક્શન એન્ડ ટેક્નોલોજી), ક્રાંતિ શર્મા (પ્રોડક્શન એન્ડ ટેક્નોલોજી), હરેશ હિંગોર્ની (વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, લાલ સિંહ ચડ્ઢા,ઝીરો) પીસી સનાથ (વિઝ્યુઅલ ઇફેક્ટ્સ,5 રુપયે, બાહુબલી ધ બિગનીંગ)નો પણ સમાવેશ થાય છે.
મહિલા સભ્યોની સંખ્યામાં વધારો
આ વખતે મહિલાઓની સંખ્યામાં વધારો થયો છે અને નોન વ્હાઈટ સભ્યો વધુ છે કારણ કે ઓસ્કર દરમિયાન લોકોએ વ્હાઈટ સભ્યો પર વધુ ધ્યાન આપવાનો આરોપ લગાવ્યો હતો, ત્યારબાદ ઓસ્કરનો બહિષ્કાર કરવાની માંગ પણ ઉઠી હતી.
કેટલા સભ્યો છે એકેડમીમાં
એકેડમીમાં હવે 10,000 સભ્યો છે. વર્ષ 2023માં એકેડમીમાં 40 ટકા મહિલાઓ છે. 34 ટકા અન્ડરપ્રેઝેન્ટેડ જાતીય અને વંશીય સમુદાયોમાંથી છે અને 52 ટકા યુ.એસ. બહારના દેશના સભ્યો છે. એકેડેમી વર્ષમાં એક રાઉન્ડના આમંત્રણો જારી કરશે અને માત્ર તેના સભ્યો જ ઓસ્કાર વિજેતાઓને મત આપશે. આવતા વર્ષે ઓસ્કાર 10 માર્ચે યોજાશે.
કેવી રીતે થાય છે પસંદગી
એકેડેમીના નિયમો અનુસાર પસંદગી વ્યાવસાયિક યોગ્યતા, પ્રતિનિધિત્વ, સમાવેશ અને સમાનતા માટે સતત પ્રતિબદ્ધતા પર આધારિત છે. એકેડેમીના સીઇઓ બિલ ક્રેમર અને પ્રમુખ જેનેટ યાંગે જણાવ્યું હતું કે, “એકેડમી આ કલાકારો અને વ્યાવસાયિકોને તેની સભ્યપદમાં આવકારવા માટે ગર્વ અનુભવે છે.” તે સિનેમેટિક શાખાઓમાં અસાધારણ વૈશ્વિક પ્રતિભાનું પ્રતિનિધિત્વ કરે છે અને તેણે મોશન પિક્ચર્સની કલા અને વિજ્ઞાન અને વિશ્વભરના ફિલ્મ ચાહકો પર નોંધપાત્ર અસર કરી છે.
RRRએ આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર ધૂમ મચાવી
એસએસ રાજામૌલીની ફિલ્મ RRRએ આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર ધૂમ મચાવી છે. લોસ એન્જલસમાં ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ્સમાં RRRને બેસ્ટ ફોરેન લેન્ગ્વેજ ફિલ્મ અને નાટૂ નાટૂ ગીત માટે બેસ્ટ ઓરિજિનલ સોંગ માટેનો એવોર્ડ મળ્યો હતો. નાટૂ નાટૂએ આ વર્ષે લોસ એન્જલસમાં 80મા ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડ્સમાં શ્રેષ્ઠ ગીતનો એવોર્ડ જીત્યો હતો. આ ફિલ્મે હોલીવુડ ક્રિટિક્સ એસોસિએશન એવોર્ડ્સમાં ચાર એવોર્ડ જીત્યા હતા.