વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 જુનના રોજ દિલ્હી યુનિવર્સિટી (DU)ના શતાબ્દી કાર્યક્રમમાં હાજરી આપી હતી અને વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ અહીં 3 ઈમારતોનો શિલાન્યાસ કર્યો અને યુનિવર્સિટીને અન્ય ભેટ પણ આપી હતી. પીએમ મોદીએ કહ્યું કે દિલ્હી યુનિવર્સિટી આવવું એ ઘર આવવા જેવું છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પીએમ મોદી દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરને પહોંચ્યા હતા. મુસાફરી દરમિયાન પીએમ મોદીએ મેટ્રોમાં હાજર લોકો સાથે વાત પણ કરી હતી.
PM મોદી મેટ્રોમાં મુસાફરી કરીને દિલ્હી યુનિવર્સિટી ગયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રોમાં મુસાફરી વિશે ટ્વિટ કર્યું હતું. તેમણે લખ્યું કે દિલ્હી મેટ્રોથી DUના કાર્યક્રમમાં જતી વખતે. યુવાનોને સહ-પ્રવાસીઓ તરીકે મળવાથી આનંદ થયો.
On the way to the DU programme by the Delhi Metro. Happy to have youngsters as my co-passengers. pic.twitter.com/G9pwsC0BQK
— Narendra Modi (@narendramodi) June 30, 2023
યુનિવર્સિટીએ 100 વર્ષમાં તેના મિશનને જીવંત રાખ્યું છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે આ કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યુ કે, દિલ્હી યુનિવર્સિટીના આ ઐતિહાસિક કાર્યક્રમમાં ભાગ લેવો મારા માટે સૌભાગ્યની વાત છે. પીએમે કહ્યું કે કેમ્પસમાં ફરવાનો એક અલગ જ આનંદ છે, જ્યારે તમે મિત્રો સાથે લેટેસ્ટ વેબ સિરીઝ અને રીલ્સ વિશે વાત કરો છો.
વડાપ્રધાને કહ્યું કે યુનિવર્સિટીએ 100 વર્ષમાં તેના મિશનને જીવંત રાખ્યું છે, જ્યારે ભારતમાં નાલંદા જેવી યુનિવર્સિટીઓ હતી, ત્યારે ભારત સુખ અને સમૃદ્ધિથી ભરેલું હતું. આ પહેલા ભારતની શિક્ષણ પ્રણાલીનો દેશની સમૃદ્ધિમાં મોટો ભાગ હતો, પરંતુ ગુલામીના સમયગાળાએ આપણા શિક્ષણ ક્ષેત્રને અસર કરી હતી.
સ્ટાર્ટઅપની સંખ્યા 1 લાખથી પણ વધારે
PM મોદીએ કહ્યું કે દેશમાં હવે મોટી સંખ્યામાં કોલેજો બની રહી છે, દેશના યુવાનો હવે પોતાને બાંધવા નથી માંગતા પરંતુ એક મોટી રેખા દોરવા માંગે છે. 2014 પહેલા દેશમાં થોડા જ સ્ટાર્ટઅપ શરૂ થયા હતા, પરંતુ હવે આ સંખ્યા વધી છે અને તે 1 લાખથી પણ વધારે છે. આજે વિશ્વનો ભરોસો ભારતના યુવાનો પર વધી રહ્યો છે અને આ જ કારણ છે કે બધા દેશોની નજર ભારત તરફ છે.
કાર્યક્રમમાં વડાપ્રધાને કહ્યું કે જે AI ગઈકાલ સુધી કલ્પનામાં જોવા મળતું હતું તે આજે વાસ્તવિકતા બની ગયું છે. દેશમાં રોકાણના ક્ષેત્રમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે, હવે વિશ્વની મોટી કંપનીઓ અહીં આવી રહી છે, જે યુવાનો માટે આગળ વધવાની મહત્વપૂર્ણ તક છે.