ગૃહમંત્રી અમિત શાહે આજે રાજસ્થાનની મુલાકાત કરી હતી. ત્યાં એક રેલીને સંબોધિત કરતા શાહે જ્યાં પીએમ મોદીના નેતૃત્વમાં દેશમાં ચાલી રહેલા કાર્યોના ગુણગાન ગાયા હતા તો બીજી તરફ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે વિપક્ષી એકતા પર પ્રહાર કરતા કહ્યું કે, PM મોદીને હરાવવા ભ્રષ્ટાચારીઓ એક થઈ રહ્યા છે. શાહે કહ્યું કે, પોતાના 9 વર્ષના રાજમાં હંમેશા આદિવાસી લોકોનું સમ્માન કર્યું છે.
મોદીએ દરેક વચન પૂરા કર્યા
તેમણે કહ્યું કે, પહેલી વખત દેશના રાષ્ટ્રપતિ એક આદિવાસી સમુદાયમાંથી છે. શાહે કહ્યું કે, રાજસ્થાનમાં જ્યારથી કોંગ્રેસની ગહેલોત સરકાર આવી છે ત્યારથી રાજ્ય વ્યવસ્થા ચોપટ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે, પીએમ મોદીએ લોકોને જે વચનો આપ્યા હતા એ પૂરા કર્યા.
अभी विपक्ष के सभी नेता पटना में एकत्रित हुए। 21 पार्टी के लोग थे। 21 लाख के घपले, घोटाले, भ्रष्टाचार करने वाले लोग इकट्ठे हुए थे…21 पार्टियां इकट्ठा होकर राहुल गांधी को प्रधानमंत्री बनाने निकली हैं। राहुल बाबा अगर प्रधानमंत्री बनते हैं तो ये घपले, घोटाले, भ्रष्टाचार भारत की… pic.twitter.com/q84n6Bbnya
— ANI_HindiNews (@AHindinews) June 30, 2023
અમેરિકામાં પણ મોદીના નારા ગુંજ્યા
શાહે કહ્યું કે, પીએમ મોદી જ્યાં પણ જાય છે ત્યાં લોકો તેમને પ્રેમ કરે છે. શાહે કહ્યું કે, તાજેતરમાં જ પીએમ મોદી અમેરિકા ગયા હતા. ત્યાંની સંસદમાં પણ મોદી મોદીના નારા લાગ્યા હતા.
કન્હૈયાલાલની હત્યા પર સવાલ
શાહે ઉદયપુરમાં થયેલી કન્હૈયાલાલની હત્યા મુદ્દે પણ ગેહલોત સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, રાજસ્થાનની કોંગ્રેસ સરકાર દંગા રાજ ચલાવી રહી છે. ગૃહમંત્રીએ કહ્યું કે, જો તપાસ NIAના હાથમાં ન ગઈ હોત તો આરોપી પણ ન પકડાયો હોત.
સીએમ ગેહલોતને આડે હાથ લીધા
શાહે રાજસ્થાનના ગેહલોતને પણ આડે હાથ લીધા અને કહ્યું કે, ગેહલોત જી કામ વગર આમ-તેમ ફરે છે જો કોઈ તેમને આ મીટિંગનો વીડિયો બતાવશે તો તેમને ખબર પડશે કે તેમની સરકારના જવાનો સમય આવી ગયો છે. મેવાડની ધરતી પર આજે જે નજારો મારી સામે છે તે કહે છે કે 2023 અને 2024માં સંપૂર્ણ બહુમતી સાથે ભાજપની સરકાર બનવા જઈ રહી છે. કોંગ્રેસ સરકાર દરમિયાન માત્ર 90 એકલવ્ય શાળાઓ હતી પરંતુ મોદી સરકારમાં 2014થી અત્યાર સુધીમાં 500થી વધુ એકલવ્ય શાળાઓ બની છે.