ગુજરાત યુનિવર્સિટીને પ્રથમ વખત મહિલા કુલપતિ મળ્યાં છે. જેમાં ડો.નીરજા ગુપ્તાની પસંદગી કરાઇ છે. ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટીને પહેલાં મહિલા કુલપતિ મળતા વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે.
નીરજા ગુપ્તા ગુજરાત યુનિવર્સિટીના નવા ફુલપતિ બન્યા
નીરજા ગુપ્તા ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ બન્યા છે. હિમાંશુ પાંયાની ટર્મ પૂર્ણ થતાં નીરજા ગુપ્તાની નિમણુંક કરવામાં આવી છે. આજે હિમાંશુ પંડ્યાનો છેલ્લો દિવસ હતો. ગુજરાત યુનિવર્સિટીનાં પ્રથમ મહિલા કુલપતિ નીરજા ગુપ્તાનો 3 વરસનો કાર્યકાળ રહેશે તેમજ નીરજા ગુપ્તા અમદાવાદની ભવન્સ કોલેજના આચાર્ય પણ રહી ચૂક્યા છે.
જાણો કેવી થાય છે નવા કુલપતિની નિમણુક
રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટીને નવા કુલપતિ મળી ગયા છે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિના નિમણુક માટે સર્ચ કમિટીના ત્રણ સભ્યોની નિમણુક થયા બાદ યુજીસીના સભ્યની નિમણુક બાકી હતી જે નિમણુક થઇ ગઇ છે યુજીસી દ્વારા છત્તીસગઢના ડૉક્ટર રમાશંકર કુરિલની કમિટીના સભ્ય તરીકે નિમણુક કરી છે ત્યારે હવે કુલપતિની પસંદગી માટેની પ્રક્રિયા આગળ શરુ કરવામાં આવશે. યુજીસીને શિક્ષણ વિભાગ દ્વારા યોડા દિવસ પહેલા જ એક પત્ર લખીને 7 જુદી-જુદી યુનિવર્સિટીની સર્ચ કમિટીમાં કુલપતિની નિમણુક માટે યુજીસીના સભ્યની નિમણુક કરવા જાણ કરી હતી. ત્યારે હવે યુજીસી દ્વારા નામની જાહેરાત કરવામાં આવી છે જેમાં ગુજરાત યુનિવર્સિટીને પ્રથમ વખત મહિલા કુલપતિ મળ્યાં છે.