દેશમાં દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે ત્યારે ટમેટા બાદ હવે કોમર્શિયલ LPG સિલિન્ડરમાં મોંધો થયો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીએ આજે સવારે કોમર્શિયલ LPGની કિંમતમાં વધારો કર્યો હતો. જો કે રાહતના સમાચાર છે કે ઘરેલું LPG સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
Oil marketing companies have increased the prices of commercial LPG gas cylinders by Rs 7/cylinder. Delhi retail sales price of 19kg commercial LPG cylinder increased from Rs 1,773 to Rs 1,780 per cylinder. No change in the prices of domestic LPG cylinders.
— ANI (@ANI) July 4, 2023
પ્રતિ સિલિન્ડર 7 રૂપિયાનો વધારો
ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે સવારે LPG ગેસ સિલિન્ડરની કિંમતો અપડેટ કરી છે અને મીડિયા એજન્સી પાસેથી મળેલી માહિતી અનુસાર કંપનીઓ દ્વારા કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. કંપનીઓએ કોમર્શિયલ LPGના ભાવમાં પ્રતિ સિલિન્ડર 7 રૂપિયાનો વધારો કર્યો છે. જેના કારણે દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરની છૂટક વેચાણ કિંમત 1,773 રૂપિયાથી વધીને 1,780 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. જોકે ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ચાર મહિના બાદ થયો ભાવવધારો
છેલ્લા ચાર મહિનાથી સતત ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરીને ગ્રાહકોને રાહત આપવામાં આવી રહી હતી પરંતુ આજથી ભાવમાં નજીવો વધારો થયો છે. 1 માર્ચ, 2023ના રોજ સિલિન્ડરની કિંમત 2119.50 રૂપિયા હતી. જે બાદ એપ્રિલમાં ઘટીને 2028 રૂપિયા, મેમાં 1856.50 રૂપિયા અને 1 જૂને 1773 રૂપિયા થઈ ગઈ હતી. હવે ચાર મહિના બાદ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં રૂ.7નો વધારો કરવામાં આવ્યો છે.