તાલિબાને આ વખતે અફઘાનિસ્તાનમાં મહિલાઓ પર ખૂબ જ આકરા નિયંત્રણો લાદવાનું ફરમાન બહાર પાડ્યું છે. અત્યાર સુધી તાલિબાનોએ મહિલાઓને કામ કરવા, અભ્યાસ કરવા અને કપડાં પહેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ હવે તાલિબાને કાબુલમાં મહિલાઓના બ્યુટી સલૂન જવા પર પ્રતિબંધ મૂકતો નવો આદેશ જારી કર્યો છે.
તાલિબાન સરકારે કાબુલ કોર્પોરેશનને નવા ફરમાનનુ અમલ કરવા અને મહિલા બ્યૂટી પાર્લરના લાઇસન્સ રદ કરવા સૂચના આપી છે. તાલિબાનના આ આદેશ સામે બ્યુટી પાર્લર ચલાવતી મહિલાઓ રોષે ભરાઈ છે. તેમનુ કહેવુ છે કે, પુરુષો બેરોજગાર છે, પરિવારની સંભાળ રાખી શકતા નથી, ત્યારે મહિલાઓને રોજગારી માટે બ્યુટી સલૂનમાં કામ કરવાની ફરજ પડે છે. જો પુરુષો પાસે નોકરી હોય તો અને અમારી રોજગારી પણ છીનવાઈ જશે તો અમે ભૂખે મરીશુ..
તાલિબાનના શાસકોએ પહેલેથી જ છોકરીઓ અને મહિલાઓને શાળાઓ, કોલેજોમાં જવા પર અને એનજીઓમાં કામ કરવા પર તેમજ બગીચા, થિયેટરો જેવા જાહેર સ્થળોએ કામ કરવા પર પ્રતિબંધ મૂકેલો છે.
એપ્રિલની શરૂઆતમાં અફઘાનિસ્તાનના બે પ્રાંતો બગલાન અને તખારમાં મહિલાઓને ઈદ માટેના જાહેર સમારોહમાં સામેલ થવા પર પણ મનાઈ ફરમાવવામાં આવી હતી.