ઘટના દીમાપુર અને કોહિમા વચ્ચે બની
ગઈકાલે સાંજના સમયે NH-29 પર NH-29 પર દીમાપુર અને કોહિમા વચ્ચે બનેલી આ ઘટનામાં અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મીડિયા રિપોર્ટ્સમાંથી મળેલી માહિતી અનુસાર કોહિમા તરફથી આવી રહેલી બે કાર પર એક મોટો પથ્થર પડતા કારનો બુકડો બોલાવી દીધો હતો. આ જ દરમિયાન તેમની સામે પાર્ક કરેલી અન્ય એક કાર પર બીજો પથ્થર પડ્યો હતો જેના કારણે કારને ખરાબ રીતે નુકસાન થયું. આ ભયાનક અકસ્માત આ કારોની પાછળ પાર્ક કરેલી કારના ડેશ કેમમાં કેદ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે આ અકસ્માતમાં કારમાં સવાર 4 લોકોના મોત થયા છે.
#WATCH | A massive rock smashed a car leaving two people dead and three seriously injured in Dimapur's Chumoukedima, Nagaland, earlier today
(Viral video confirmed by police) pic.twitter.com/0rVUYZLZFN
— ANI (@ANI) July 4, 2023
પીડિત પરિવારોને ચાર લાખની આર્થિક સહાય
સીએમ રિયોએ કહ્યું કે તેમની સરકાર ઈજાગ્રસ્તોને ઈમરજન્સી સેવાઓ અને જરૂરી તબીબી સહાય પૂરી પાડવા માટે તમામ જરૂરી પગલાં લઈ રહી છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ અકસ્માતમાં મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાની આર્થિક સહાયની પણ જાહેરાત કરી છે.
ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો
રાજ્ય સરકાર ભારત સરકાર અને NHIDCL સાથે NHના તમામ જોખમી સ્થળો પર સલામતી માળખાકીય સુવિધાઓ માટે તાત્કાલિક પગલાં લેવા માટે પ્રયત્નો કરવાનું ચાલુ રાખશે. મુખ્યમંત્રીએ કહ્યું કે ભારત સરકાર પાસે ઉપલબ્ધ સંસાધનો સાથે ભારતમાં આપણા નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં કોઈ બાંધછોડ થવી જોઈએ નહીં. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.