દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સેવા, સુસાશન અને ગરીબ કલ્યાણના ૯ વર્ષની ઉજવણી થઈ રહી છે.ત્યારે ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદમાં બી.એ.પી એસ. સ્વામિનારાયણ મંદિર, યોગીફાર્મમાં ખેડા લોકસભા વિસ્તારની વિશાળ જનસભા યોજાઈ હતી.
કેન્દ્રીય મંત્રી પરશોતમ રૂપાલા, કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં ખેડા જિલ્લા ભાજપના પ્રમુખ સર્વ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી ખેડા જિલ્લા ભાજપ દ્વારા કાર્યકર્તાઓના સહકારથી થયેલી નોંધપાત્ર કામગીરીની રૂપરેખા આપી હતી. આગામી લોકસભાની ચૂંટણી માટે પણ કાર્યકરો કટિબદ્ધ રીતે કામ કરવા તૈયાર છે એવી હૈયાધારણ આપી હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીઓનું સ્વાગત સન્માન કરવામા આવ્યું હતું.
આ પ્રસંગે પૂ.સંત સર્વમંગલ સ્વામીએ આશીર્વચન આપ્યા હતા. નડિયાદમાં આકાર લેનારા નૂતન શીખરબદ્ધ સ્વામિનારાયણ મંદિરની વિગતો આપી હતી.
તેમજ કેન્દ્રી સંચાર રાજ્ય મંત્રી દેવુંસિંહ ચૌહાણે ભાજપ સંગઠન ના માધ્યમથી ભૂતકાળમાં પોતાની રાજકીય કારકિર્દીમાં આશીર્વાદરૂપી મદદ કરી હતી તેમને બિરદાવી સન્માનીય સ્મૃતિ કરો હતી.સહુ સંનિષ્ઠ કાર્યકર્તાઓ નો આભાર માન્યો હતો.
કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રી પુરષોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે, આપણી સાચી સમસ્યા એ છે કે આપણને નબળો અને નમાલો વિપક્ષ મળ્યો છે. જે જુઠ્ઠાણું ફેલાવે છે અને એ પણ વિદેશની ધરતી પર જઈને ભારતને બદનામ કરે છે. ૧૪ વર્ષ પહેલાંની કોંગ્રેસની અને તેમના મળતીયાઓની સરકારમાં ભ્રષ્ટ આચાર સિવાય કઈંજ નહોતું. નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં ગેસની બોટલો ઘેર ઘેર પહોંચ્યા. અગાઉ સાંસદને ગેસની માત્ર દસ કુપન મળતી હતી. નર્મદા ના નીર ગુજરાતમાં ખેતરે ખેતરે પહોંચ્યા તેનો યશ નરેન્દ્રભાઈ મોદીની સરકારને જાય છે. ગ્રામ પંચાયતોને વિકાસ કામો માટે લાખો. રૂપિયા સાથે સરપંચોને અધિકાર પણ આપ્યા. જેમાં પુરે પુરી વહીવટમાં પારદર્શિતા એ નરેન્દ્રભાઈ મોદી સરકારની સહુથી મોટી દેન છે. કોંગ્રેસે તેના કાર્યકાળમાં ખેડૂતોને કઈંજ નથી આપ્યું. આજે ખેડૂતોને ખેડૂત સન્માનનિધિના નાણાં સીધા ખેડુતના ખાતામાં જમા થાય છે. કોરોના સામે પણ પણ દેશ અને દુનિયાના લોકોને રક્ષા કરવામાં પણ આ દેશના તબીબો,પાઈલોટો વગેરેએ જીવના જોખમે કામ કરી દવાઓ અને રસી પહોંચાડી છે. ભારત મદદ કરનારા દેશ તરીકે દુનિયામાં ઓળખાયો એનો યશ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જાય છે.યુક્રેન અને રશિયાના યુદ્ધમાં ભારતના વિદ્યાર્થીઓને સહીસલામત લાવવાનું કામ ભારત સરકારે કર્યું છે. વિકાસના કામોએ દેશમાં હરણફાળ ભરી છે. રોડ, કૃષિ, આરોગ્ય તમામ ક્ષેત્રે ભારતમાં વિકાસ થયો છે તેમાં નરેન્દ્રભાઈ મોદીની સરકારનું નોંધપાત્ર યોગદાન છે.
આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ, ખેડા વિભાગના ધારાસભ્યો સર્વ ,પ્રદેશ ભાજપ મંત્રી, ખેડા જિલ્લા પંચાયત પ્રમુખ, તેમજ ખેડા, અમદાવાદ જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ખેડા જિલ્લા ભાજપ મહામંત્રી કર્યું હતું.