કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દાવો કર્યો છે કે દેશમાં ટૂંક સમયમાં પેટ્રોલની કિંમત 15 રૂપિયા પ્રતિ લીટર થઈ જશે. આ પાછળ તેમણે તર્ક પણ આપ્યો હતો. આ ઉપરાંત તેમણે કહ્યુ હતું કે કેન્દ્ર સરકાર ઇચ્છે છે કે ખેડૂતો માત્ર અન્નદાતા નહીં પણ ઊર્જા આપનારા પણ બને.
#WATCH | Pratapgarh, Rajasthan | Union Minister Nitin Gadkari says, "Our government is of the mindset that the farmers become not only 'annadata' but also 'urjadata'…All the vehicles will now run on ethanol produced by farmers. If an average of 60% ethanol and 40% electricity… pic.twitter.com/RGBP7do5Ka
— ANI (@ANI) July 5, 2023
રિક્ષાથી લઈને કાર સુધીના વાહનો ઈથેનોલ પર ચાલશે : ગડકરી
કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ રાજસ્થાનના પ્રતાપગઢમાં એક સભાને સંબોધતા કહ્યું હતું કે હવે તમામ વાહનો ખેડૂતો દ્વારા ઉત્પાદિત ઈથેનોલ પર ચાલશે. આ સાથે તેણે કહ્યું કે જો સરેરાશ 60 ટકા ઈથેનોલ અને 40 ટકા વીજળી લેવામાં આવે તો 15 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ મળશે અને લોકોને તેનો ફાયદો થશે અને પ્રદૂષણ અને તેલની આયાત પણ ઘટશે. આ ઉપરાંત ગડકરીએ કહ્યું હતુ કે અમારી સરકારની માનસિકતા એ છે કે ખેડૂતોને માત્ર અન્નદાતા જ નહીં પણ ઉર્જદાતા પણ બને. ગડકરીએ વધુમાં કહ્યું કે દેશમાં 16 લાખ કરોડ રૂપિયાના તેલની આયાત થાય છે. તેમનો દાવો છે કે આ પૈસા આવનારા સમયમાં ખેડૂતોના ઘરે જશે. આ સાથે જ તેમણે જણાવ્યુ હતું કે ઓટો રિક્ષાથી લઈને કાર સુધીના વાહનો ઈથેનોલ પર ચાલશે અને ભારતની આયાત ઘટશે અને ખેડૂતો સમૃદ્ધ થશે.
નીતિન ગડકરીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું
આ કાર્યક્રમમાં કોંગ્રેસ પર નિશાન સાધતા મંત્રીએ કહ્યું કે, કોંગ્રેસે લગભગ 60 વર્ષ સુધી ભારતમાં શાસન કર્યું અને ગરીબ હટાવોના નારા આપ્યા પરંતુ ગરીબોની ગરીબી દૂર થઈ નહીં પરંતુ કોંગ્રેસના લોકોએ પોતાની ગરીબી દૂર કરી હતી. આ કાર્યક્રમને ભાજપના પ્રદેશ પ્રમુખ સીપી જોશી, પૂર્વ મંત્રી શ્રીચંદ ક્રિપલાની અને અન્ય નેતાઓએ પણ સંબોધિત કર્યા હતા. અગાઉ અન્ય એક કાર્યક્રમમાં ગડકરીએ રૂપિયા 5 હજાર કરોડથી વધુના મૂલ્યના 11 હાઇવે પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. મુખ્યમંત્રી અશોક ગેહલોતે જયપુરમાં તેમના નિવાસસ્થાનથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા શિલાન્યાસ અને ઉદ્ઘાટન કાર્યક્રમને પણ સંબોધિત કર્યો હતો.