રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, જે ઘણા સમયથી ટોપ-10 બિલિયોનેર્સ(Top-10 Billionaires)ની યાદીમાં સામેલ છે, તે વર્ષ 2023ની શરૂઆતથી જ તેમાંથી બહાર છે, પરંતુ હવે ફરી એકવાર તેઓ તેમાં સામેલ થઈ શકે છે. અંબાણીની નેટવર્થમાં થયેલા વધારાને કારણે આ સંકેતો મળી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં તેમની સંપત્તિમાં 2 અબજ ડોલરથી વધુનો વધારો થયો છે અને આ સાથે અંબાણીની કુલ સંપત્તિ 90 અબજ ડોલરને પાર કરી ગઈ છે.
આટલી વધી અંબાણીની નેટવર્થ
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ(Bloomberg Billionaires Index) અનુસાર છેલ્લા 24 કલાકમાં એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની સંપત્તિમાં 2.35 અબજ ડોલર અથવા 19,000 કરોડ રૂપિયાથી વધુનો વધારો થયો છે. નેટવર્થમાં આ ઉછાળા પછી હવે તેમની સંપત્તિ વધીને $90.6 બિલિયન થઈ ગઈ છે. ટોપ-10 અબજોપતિઓની યાદીમાં ફરી એકવાર એન્ટ્રી લેવા માટેનું અંતર હવે ઘણું ઓછું છે.
આ 3 અબજોપતિઓ સાથે સ્પર્ધા
જો તમે ટોપ-10 અબજોપતિઓની યાદી પર નજર નાખો તો મુકેશ અંબાણી હાલમાં આટલી નેટવર્થ સાથે 13મા સ્થાને છે અને તેમની ઉપર માત્ર ત્રણ જ અબજોપતિ છે. જેમની વચ્ચે પ્રોપર્ટીનું અંતર ઘણું ઓછું રહ્યું છે. તેમાં Francoise Bettencourt ($92.6 બિલિયન), Carlos Slim ($97.2 બિલિયન) અને Sergey Brin ($97 બિલિયન) છે. સર્ગેઈ બ્રિન હાલમાં આ યાદીમાં 10માં નંબર પર છે.
ગૌતમ અદાણીની સંપત્તિમાં પણ વધારો થયો
વિશ્વના સૌથી મોટા અબજોપતિઓમાં સામેલ બીજા ભારતીય અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થમાં પણ વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં અદાણીની નેટવર્થ $4.89 મિલિયન વધીને $60.3 બિલિયન પર પહોંચી ગઈ છે. આટલી સંપત્તિ સાથે તે હાલમાં 21મા નંબર પર છે.ગૌતમ અદાણી આ વર્ષે સંપત્તિ ગુમાવવામાં સૌથી આગળ રહ્યા છે. આ સમયગાળા દરમિયાન તેમની સંપત્તિમાં $60.2 બિલિયનનો જંગી ઘટાડો થયો છે.
મસ્ક-ઝકરબર્ગની ઝડપી કમાણી
વર્ષ 2023 ની શરૂઆતથી, ટેસ્લાના CEO અને વિશ્વના નંબર-1 અમીર એલોન મસ્ક કમાણીમાં સૌથી આગળ છે. આ વર્ષે અત્યાર સુધીમાં તેમની કુલ સંપત્તિમાં $110 બિલિયનનો વધારો થયો છે. મસ્કની સંપત્તિમાં જેટલો વધારો થયો છે, ટોપ-10માં સામેલ ત્રણ અબજોપતિઓની કુલ સંપત્તિ એટલો જ છે.
કમાણીની વાત કરીએ તો એલોન મસ્ક પછી ફેસબુકના માર્ક ઝકરબર્ગનું નામ આવે છે. તેણે આ વર્ષે અત્યાર સુધીમાં $58.6 બિલિયનની કમાણી કરી છે અને લાંબા સમય બાદ ટોપ-10 બિલિયોનેર્સની યાદીમાં પ્રવેશ કર્યો છે.