Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 28°C

અભિનેત્રી કૃતિ સેનન ફિલ્મ ‘Do Patti’ થી પ્રોડ્યુસર તરીકે કરશે ડેબ્યૂ

અભિનેત્રી કૃતિ સેનન ફિલ્મ ‘Do Patti’ થી પ્રોડ્યુસર તરીકે કરશે ડેબ્યૂ

કૃતિ સેનને બુધવારે નિર્માતા તરીકે સોશિયલ મીડિયા પર પોતાની પહેલી ફિલ્મની જાહેરાત કરી છે. અભિનેત્રી દિલવાલે ના આઠ વર્ષ બાદ કાજોલની સાથે ‘દો પત્તી’ નામની એક થ્રિલર ફિલ્મ માટે ફરીથી સાથે કામ કરશે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફિલ્મની પહેલી તસવીર શેર કરી, જેમાં તેની અને કાજોલની સાથે અન્ય બે મહિલાઓ પણ જોવા મળી રહી છે.

ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર કાજોલની સાથે તસવીર શેર કરતા કૃતિ સેનને લખ્યુ, દો પત્તીની જાહેરાત કરતી વખતે હું ખૂબ ઉત્સાહિત છુ. ત્રણ ખૂબ જ મજબૂત ઈરાદા ધરાવતી, પ્રેરક અને ખૂબ જ પ્રતિભાશાળી મહિલાઓ મોનિકાની સાથે આ ફિલ્મ વધુ મનોરંજક બનશે. અમને આ કહાનીને દર્શાવવા માટે નેટફ્લિક્સ કરતા સારુ પ્લેટફોર્મ ન મળત મોનિકા. આઠ વર્ષ બાદ કાજોલ મેમ સાથે ફરીથી કામ કરવા માટે સુપર ડુપર ઉત્સાહિત છુ. કનિકા મને તમારુ લેખન હંમેશા ગમ્યુ છે અને હુ તમારી સાથે પોતાની પહેલી ફિલ્મની સહ-નિર્માતા બનીને ખૂબ ખુશ છુ. ઉફ્ફ… આ તો ખાસ છે! આ ભરપૂર દિલથી રમાનારો એક રોમાંચકારી ખેલ હશે! બ્લૂ બટરફ્લાય ફિલ્મ્સની પહેલી ફિલ્મ!’

દો પત્તી લેખિકા કનિકા ઢિલ્લોં અને અભિનેત્રી કૃતિ સેનનની નિર્માતા તરીકેની પહેલી ફિલ્મ છે. આ ફિલ્મ દર્શકોને રોમાંચક સસ્પેન્સથી ભરપૂર કહાનીને દર્શાવશે. ફિલ્મની કહાની અનુસાર આને પહાડી વિસ્તારોમાં શૂટ કરવામાં આવશે, જે તેના રહસ્ય અને ષડયંત્રને ઉજાગર કરવા માટે એક શાનદાર બેકગ્રાઉન્ડ હશે. દો પત્તી ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. હજુ માત્ર ફિલ્મનું એલાન કરવામાં આવ્યુ છે, તેની રિલીઝ ડેટ વિશે હજુ કોઈ જાણકારી નથી.

 

 

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.