ભારતમાં દક્ષિણ સિનેમાના ફેન્સ રજનીકાંતને પ્રેમથી થલાઇવા નામથી બોલાવે છે. થલાઇવા, થલાઇવર શબ્દથી બન્યો છે જેનો અર્થ થાય છે લીડર અથવા બોસ. ફેન્સની વચ્ચે આવી જ ફોલાઇંગ દિગ્ગજ ખેલાડી રોજર ફેડરરની છે. રોજર ફેડરર ટેનિસ જગતના મહાન ખેલાડીમાંથી એક છે. રોજર ફેડરરે તેની કારકિર્દીમાં 20 ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યા છે. રોજર ફેડરર જ્યારે મંગળવારે Wimbledon 2023 જોવા પહોંચ્યો હતો ત્યારે તેના ફોટો સાથે થલાઇવા કેપ્શન લખવામાં આવ્યુ હતુ. આ તેના સમ્માનમાં હતુ કે ટેનિસનો બોસ મેચ જોવા માટે આવ્યો છે.
THALAIVA 🤴 #Wimbledon pic.twitter.com/u4nuPknbT2
— Wimbledon (@Wimbledon) July 4, 2023
2022માં ફેડરરે ટેનિસને કહ્યુ અલવિદા
જણાવી દઇએ કે વર્ષ 2022માં ટેનિસના દિગ્ગજ ખેલાડી રોજર ફેડરરે ટેનિસમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. સપ્ટેમ્બરમાં લેવર કપમાં રોજર ફેડરરે અંતિમ વખત ટેનિસ કોર્ટ પર મેચમાં દેખાયો હતો. છેલ્લી મેચમાં રોજર તેના દિગ્ગજ હરીફ રાફેલ નડાલ સાથે કોર્ટ પર દેખાયા હતા. રોજર ફેડરર વિમ્બલ્ડનમાં 2023માં મંગળવારે નજરે પડયો હતો.
A legend returns.
The Centre Court crowd rises for eight-time #Wimbledon champion @RogerFederer pic.twitter.com/0edGz3ncmZ
— Wimbledon (@Wimbledon) July 4, 2023
રોજર ફેડરર આઠ વખત વિમ્બલ્ડનમાં વિજેતા
આઠ વખતનો વિમ્બલ્ડન વિજેતા રોજર ફેડરર જ્યારે દર્શક તરીકે વિમ્બલ્ડનના સેન્ટર કોર્ટ પર પહોંચ્યો હતો ત્યારે અદભૂત નજારો જોવા મળ્યો હતો. રોજર ફેડરરે જ્યારે રોયલ બોક્સમાં પ્રવેશ કર્યો હતો ત્યારે લગભગ દોઢ મિનિટ સુધી દર્શકોએ ઊભા થઇને તાળીઓ પાડી હતી.
Tennis Royalty watching on 👑@andy_murray and @rogerfederer share a wholesome exchange on Centre Court#Wimbledon pic.twitter.com/X1U5XHh0U5
— Wimbledon (@Wimbledon) July 4, 2023
રોયલ બોક્સમાં પ્રિન્સેસ ઓફ વેલ્સ પણ રહ્યા હાજર
રોયલ બોક્સમાં રોજર ફેડરર સાથે તેની પત્ની મિર્કા અને પ્રિન્સેસ ઓફ વેલ્સ કેટ પણ હાજર હતા. એક સમયે જ્યારે લાગ્યુ હતું તે તાળીઓ રોકાશે નહી ત્યારે કેટ એ રોજરને બેસવા માટેનો ઇશારો કર્યો હતો. રોજર જ્યારે સીટ પર બેઠા થયા ત્યારે તાળીઓ રોકાઇ હતી. પોતાના પ્રથમ ગ્રાન્ડ સ્લેમના રૂપમાં રોજર ફેડરરે વિમ્બલ્ડનનો ખિતાબ જીત્યો હતો.
ફેડરરે પોતાની કારકિર્દીની વિમ્બલ્ડનની અંતિમ મેચ હ્યુબર્ટ હુર્કેચ સામે રમી હતી. વર્ષ 2021માં ક્વાર્ટર ફાઇનલમાં હ્યુબર્ટ હુર્કેચ સામેની હાર ફેડરરના વિમ્બલ્ડન કેરિયરની અંતિમ મેચ હતી.