Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 28°C

બાંગ્લાદેશી યુવતીને પરણવા જેતપુરનો હિન્દુ યુવક ધર્માંતરના માર્ગે જતા હોબાળો

બાંગ્લાદેશી યુવતીને પરણવા જેતપુરનો હિન્દુ યુવક ધર્માંતરના માર્ગે જતા હોબાળો

ઇન્સ્ટાગ્રામથી બાંગ્લાદેશી યુવતીના સંપર્કમાં આવેલ જેતપૂરનો યુવક તેને પરણવા ધર્મપરિવર્તન માટે તૈયાર થઇ જતા તેના પિતાએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે. હિન્દુ સંગઠનોએ યુવકને સમજાવ્યો પરંતુ તે ન માનતા મામલો પોલીસ સ્ટેશને પહોચ્યો છે.

જેતપુર શહેરના પંચપીપળા રોડ પર રહેતો હિન્દુ બાવાજી યુવક આશિષ ગોસ્વામીને બાંગ્લાદેશની મુસ્લિમ યુવતી સાથે ઈન્સ્ટાગ્રામના માધ્યમથી ઓળખાણ થઈ હતી. બાંગ્લાદેશની મુસ્લિમ યુવતી સાથે આશીષે લગ્ન કરવા અને બાંગ્લાદેશ જવા માટે હિન્દૂ ધર્મ છોડીને મુસ્લિમ ધર્મ અપનાવવા માટે તૈયાર થઈ ગયો હોવાના આક્ષેપ તેના પિતાએ કર્યા છે અને યુવક પણ લગ્ન કરવા તૈયાર છે.

આશિષ આખો દિવસ મસ્જિદમાં જ રહેવા લાગ્યો અને ત્યાં તે રોજ પાંચ સમયની નમાજ પઢવા લાગતા બાંગ્લાદેશી મુસ્લિમ યુવતીએ પુત્રનું બ્રેઇન વોશ કર્યુ હોવાથી પુત્ર ધર્મ પરિવર્તન કરવા તૈયાર થઈ ગયો હોવાનો પિતાએ આક્ષેપ કર્યો છે. યુવકે પૂર્ણ મુસ્લિમ બનવા માટે ખતના કરાવવું હોય સરકારી હોસ્પિટલ ઓપરેશન માટે આવ્યાનું અને નામ શેખ મોહમ્મદ અલસમી લખાવ્યાનું યુવક જણાવે છે. આ અંગેની જાણ વિશ્વ હિન્દૂ પરિષદને કરાતા આગેવાનો હોસ્પિટલ પહોંચ્યા હતા અને આશિષને સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેણે ધર્મપરિવર્તનની વાત જ પકડી રાખતા પિતાના વિરોધથી મામલો પોલીસ મથકે પહોચ્યો હતો.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.