Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026

કપડવંજમાં 17 વર્ષના યુવાન પર વીજળી પડતાં મોત

કપડવંજમાં 17 વર્ષના યુવાન પર વીજળી પડતાં મોત

કપડવંજ તાલુકાના પૂર્વ ગાળામાં સમી સાંજના સોમવારે એકાએક ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. વરસાદની સાથે પડેલી વીજળીમાં એક આશાસ્પદ નવયુવાનનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ખુમજીના મુવાડા ગામમાં રહેતો 17 વર્ષનો યુવાન ગોપાલ તખતભાઈ વાઘેલા પોતાના ઘરેથી નીકળી ચાલુ વરસાદમાં નજીકમાં આવેલી દુકાને મસાલો લેવા જઈ રહ્યો હતો. તે દરમિયાન એકાએક વીજળી યુવાનની છત્રી પર પડતા યુવાનને કરંટ લાગ્યો હતો. અને યુવાન ઘટના સ્થળે જ મોતને ભેટ્યો હતો.

અકસ્માતને પગલે 108 ને જાણ કરવામાં આવી હતી. જ્યાં 108 દ્વારા મૃતક યુવાનને પોસ્ટમોર્ટમ અર્થે કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો હતો. 17 વર્ષના યુવાનનું આમ અચાનક અવસાન થતા સમગ્ર ગામોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

 

રિપોર્ટ – સુરેશ પારેખ (કપડવંજ)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.