કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી નેફ્યૂ રિયોના નેતૃત્વ હેઠળના 12 સભ્યો ધરાવતા નાગાલેન્ડ સરકારના પ્રતિનિધિમંડળને આશ્વાસન આપ્યું છે કે કેન્દ્ર સરકાર યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ના દાયરાથી ખ્રિસ્તીઓ અને આદિવાસી ક્ષેત્રોના અમુક હિસ્સાને છૂટ આપવા અંગે વિચારી રહી છે. રાજ્ય સરકારે એક બુલેટિનમાં આ માહિતી આપી હતી. જોકે ગૃહ મંત્રાલયે આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
Called on the Hon'ble @HMOIndia & Minister of Cooperation Shri @AmitShah Ji with a State delegation. Discussed the concerns of the State's citizens reg. UCC & Eastern Nagaland. A great statesman, I thank him for his wisdom in understanding issues & continued support to the State pic.twitter.com/snF02MbBZ1
— Neiphiu Rio (@Neiphiu_Rio) July 6, 2023
અમિત શાહે આપ્યું આશ્વાસન
આ પ્રતિનિધિમંડળે બુધવારે અમિત શાહ સાથે મુલાકાત કરી હતી અને તેમને યુસીસીના પ્રસ્તાવ સંબંધિત આશંકાઓ અને તેના ગંભીર પરિણામોથી વાકેફ કરાવ્યા હતા. નાગાલેન્ડ એક ખ્રિસ્તી રાજ્ય છે અને અહીં બંધારણની કલમ 371(A) ધાર્મિક અભ્યાસની ગેરન્ટી આપે છે. નાગાલેન્ડ સરકારના પ્રવક્તા અને મંત્રી કે.જી. કેન્યેએ કહ્યું કે અમિત શાહે આશ્વાસન આપ્યું છે કે કેન્દ્ર 22માં કાયદા પંચના દાયરાથી ખ્રિસ્તીઓ અને અમુક આદિવાસી ક્ષેત્રોને રાહત આપવા માટે સક્રિય રીતે વિચારી રહી છે. આ એક મોટી રાહત છે કેમ કે તેનાથી મોટી ઉથલપાથલ ટળી જશે.
ભાજપ માટે મહત્ત્વનો મુદ્દો
યુસીસી ભાજપ માટે મહત્ત્વનો મુદ્દો રહ્યો છે. આ કદાચ એકમાત્ર એવો મુદ્દો છે જેને અત્યાર સુધી લાગુ નથી કરાયો. તાજેતરના મહિનાઓમાં UCC અંગે ગતિવિધિ વધી છે. કાયદા પંચે આ મામલે પ્રતિક્રિયાઓ માગી છે. અત્યાર સુધી 20 લાખથી વધુ પ્રતિક્રિયાઓ મળી છે.