આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે BSEનો 149મો સ્થાપના દિવસ છે. આ ખાસ અવસર પર બોમ્બે સ્ટોક એક્સચેન્જ દ્વારા નવા Logoનું અનાવરણ કરવામાં આવ્યું હતું. BSEના ચેરમેન એસ.એસ. મુંદ્રા, એમડી અને સીઈઓ સુંદરરામન રામામૂર્તિ અને અન્ય મેનેજમેન્ટ લોકો આ કાર્યક્રમમાં હાજર હતા.
Mr. S. S. Mundra, Chairman, BSE along with Mr. Sundararaman Ramamurthy, MD&CEO, @BSEIndia and other dignitaries on the dais Unveiling the New BSE Logo at the Celebration of 149th Foundation Day of BSE #ThePowerofVibrance pic.twitter.com/cBANMeC8ZK
— BSE India (@BSEIndia) July 10, 2023
શું દર્શાવે છે આ નવો logo
એમડી અને સીઈઓ સુંદરરામન રામામૂર્તિએ કહ્યું કે 149માં સ્થાપના દિવસની ઉજવણી કરવા માટે તમારા બધાની સામે હાજર રહીને અમે સૌભાગ્યની લાગણી અનુભવીએ છીએ. આ સંસ્થામાં યોગદાન આપનાર તમામ લોકોનો હું આભારી છું. BSEના ચેરમેન એસ.એસ. મુન્દ્રાએ જણાવ્યું હતું કે અમારો ઉદ્દેશ્ય BSEને વાઈબ્રન્ટ બનાવવાનો છે. નવા logoનું અર્થ છે પ્રકૃતિ પાંચ તત્વોથી બનેલી છે. આ logo તેનું જ પ્રતીક છે – પૃથ્વી, આકાશ, વાયુ, અગ્નિ અને પાણી.
બોમ્બે સ્ટોક એક્સચેન્જ
બોમ્બે સ્ટોક એક્સચેન્જ દેશનું પ્રથમ અને સૌથી મોટું સિક્યોરિટીઝ માર્કેટ છે, જે વર્ષ 1875માં નેટિવ શેર અને સ્ટોક બ્રોકર્સ એસોસિએશન તરીકે શરૂ થયું હતું. મુંબઈ સ્થિત BSEમાં લગભગ 6,000 કંપનીઓ લિસ્ટેડ છે. આ એક્સચેન્જ NASDAC, લંડન સ્ટોક એક્સચેન્જ ગ્રૂપ, જાપાન એક્સચેન્જ ગ્રૂપ અને શાંઘાઈ સ્ટોક એક્સચેન્જ સાથે વિશ્વના સૌથી મોટા એક્સચેન્જોમાંનું એક છે. BSE ની સેવાઓ જોખમ વ્યવસ્થાપન, ક્લિયરિંગ, સેટલમેન્ટ અને રોકાણકાર શિક્ષણ સહિત અન્ય મહત્વપૂર્ણ મૂડી બજાર ટ્રેડિંગ સેવાઓ પણ પૂરી પાડે છે.