તા.૦૭-૦૭-૨૩ના રોજ વસો ઘટકમાં “શ્રી અન્ન” (મિલેટ્સ) થીમ આધારિત સેજા કક્ષાની વાનગી સ્પર્ધા યોજવામાં આવી હતી. આ વાનગી સ્પર્ધામાં વસો ઘટકના દરેક સેજાના વર્કર બહેનોએ ભાગ લીધો હતો, જેમાં મિલેટ્સ આધારિત અલગ અલગ વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં વાનગી સ્પર્ધામાં દરેક સેજામાં પ્રથમ, દ્વિતીય અને તૃતિય વિજેતાઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
દરેક સેજામાં મુખ્યસેવિકા બહેનો તથા સી.ડી.પી.ઓ દ્વારા મિલેટ્સ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ આઈ.સી.ડી.એસની વિવિધ યોજના વિશે ચર્ચા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં દરેક સેજામાં તાલુકા પંચાયતના સભ્ય, દૂધ મંડળીના સેક્રેટરી, FHW અને સી.ડી.પી.ઓ. તથા સેજાના તમામ મુખ્યસેવીકા બહેનોએ હાજરી આપી હતી.
યેશા શાહ