અરવલ્લી અને સાબરકાંઠામાં ભારે વરસાદના કારણે કપડવંજ તાલુકાના ભુંગળિયા ડેમમાંથી 4000 કયુસેક પાણી છોડાયું.
ભુંગળિયા ડેમના ચાર દરવાજા ખોલાતાં બેટાવાડા, ઠુંચાલ, બારૈયાના મુવાડા,સુલતાનપુરમાં અસર.
લાંક ડેમ- બાયડમાંથી પાણી છોડાતા તાલુકાના કાવઠ, વઘાસ, લાડુજીના મુવાડા, ફિરોજપુર સહિતના ગામો અસરગ્રસ્ત.
કપડવંજ તાલુકાના આજુબાજુ વિસ્તારના ગામોમાં એલર્ટ અપાયું.
કપડવંજ શહેરમાંથી પસાર થતી મહોર, વરાંસી અને સંગમ નદી બે કાંઠે વહેતા લોકોના ટોળાં ઉમટ્યાં.