Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 29°C

શિવના રૂપમાં નજર આવ્યો ખેલાડી, ફિલ્મ OMG-2 નું ધમાકેદાર ટીઝર રીલિઝ

શિવના રૂપમાં નજર આવ્યો ખેલાડી, ફિલ્મ OMG-2 નું ધમાકેદાર ટીઝર રીલિઝ

OMGમાં અક્ષય કુમાર સાથે પરેશ રાવલ લીડ રોલમાં હતા. આ ફિલ્મમાં અક્ષયે કૃષ્ણાનું પાત્ર ભજવ્યું હતું. ઓએમજી ફિલ્મને બોક્સ ઓફિસ પર દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો. આ ફિલ્મની સફળતા જોઈને OMG-2 બનાવવામાં આવી છે.

અક્ષય કુમારે શેર કર્યું ટીઝર

હવે ઘણા સમયથી સતત ચર્ચામાં રહેલી ફિલ્મ OMG 2નું ટીઝર રિલીઝ થઇ ગયુ છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે પીઢ અભિનેતા પંકજ ત્રિપાઠી જોવા મળશે.

ફિલ્મ OMG-2ના ટીઝરની શરૂઆત પંકજ ત્રિપાઠીથી થાય છે. ટીઝરની શરુઆત જ પંકજ ત્રિપાઠીથી થાય છે જે ભગવાનમાં શ્રદ્ધા રાખે છે. તે જ સમયે, આ પછી, ટીઝરમાં અક્ષય કુમારની એન્ટ્રી છે, જે શિવાની ભૂમિકા ભજવી રહ્યો છે. ટીઝરમાં પંજક અને અક્ષય કુમારના કેટલાય દ્રશ્યો બતાવવામાં આવ્યા છે.

ફિલ્મ OMG-2 આવતા મહિનાની 11મી તારીખે રિલીઝ થશે. રસપ્રદ વાત એ છે કે, 11 ઓગસ્ટે અક્ષય કુમારની OMG-2 બોક્સ ઓફિસ પર સની દેઓલની ગદર 2 સાથે ટક્કર કરવા જઈ રહી છે. OMG-2માં અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠી સાથે અભિનેત્રી યામી ગૌતમ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવા સમાચાર છે કે OMG-2માં શ્રીરામનો રોલ પણ જોવા મળશે, જે અભિનેતા અરુણ ગોવિલ કરી શકે છે. ફિલ્મનું ટીઝર જોયા બાદ ફેન્સ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.