Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 28°C

નડિયાદ-આણંદ વચ્ચે એક્સપ્રેસ હાઈવે પર એસટી બસ અને MLA લખેલ કાર વચ્ચે ભયાનક અકસ્માત

નડિયાદ-આણંદ વચ્ચે એક્સપ્રેસ હાઈવે પર એસટી બસ અને MLA લખેલ કાર વચ્ચે ભયાનક અકસ્માત

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર નડિયાદ અને આણંદની વચ્ચે ચકલાસી પાસે કાર અને ST બસ વચ્ચે અકસ્માતની ઘટના બની છે, જેમાં બે વ્યક્તિઓનાં મોત અને 10 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. વડોદરાથી ગાંધીનગર જઇ રહેલી એસ ટી બસ કાર (GJ 01 HV 4270) સાથે ભયાનક રીતે ટકરાઇ અને કાર પર MLA Gujarat લખેલું છે.

આ ઘટનામાં ટક્કર એટલી જોરદાર હતી કે કાર હાઈવે પર જ ઉથલી પડી હતી, એસટી બસ સીધી રેલીંગ તોડી બાજુની સાઈડમાં ખાડામાં જતી રહી. બન્ને વાહનોને ભારે નુકસાન થયું છે, આ ઘટનાને લઇ આસપાસના લોકો અને બચાવ ટીમ દોડી આવી હતી.

 

રિપોર્ટ – યેશા શાહ (નડિયાદ)

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.