કેન્દ્ર સરકાર અને આરબીઆઈ તરફથી કરન્સી અંગે ઘણીવાર મોટા નિર્ણય કરવામાં આવ્યા છે. અગાઉ વર્ષ 2016માં નોટબંધી કરાઈ, ત્યારબાદ માર્કેટમાં 2000 રૂપિયાની નવી નોટો બહાર પાડવામાં આવી અને હવે ફરી એકવાર 2000 રૂપિયાની નોટોને ચલણમાંથી બહાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રૂપિયા 2000ની નોટો જમા કરાવવા માટે તમારી પાસે 30 સપ્ટેમ્બર સુધીનો સમય બચ્યો છે. આ દરમિયાન હવે 1000 અને 500ના નોટ અંગે મોટા અહેવાલો સામે આવ્યા છે. આરબીઆઈ ગર્વનર શક્તિકાંત દાસે રૂપિયા 1000ની નોટ અંગે મોટું નિવેદન આપ્યું છે.
શું માર્કેટમાં આવશે રૂ.1000ની નવી નોટ ?
રૂપિયા 2000ની નોટને સરક્યુલેશનમાંથી બહાર કરાયા બાદ તમામના મનમાં એવા પ્રશ્નો થઈ રહ્યા છે કે, હવે આરબીઆઈ 1000 રૂપિયાની નવી નોટો જારી કરશે ? અથવા 500 રૂપિયાની નોટ જ દેશમાં સૌથી મોટી કરન્સી બની જશે.
માર્કેટમાં જરૂર પુરતી નોટો ઉપલબ્ધ
આ વખતે RBI ગર્વનરએ જણાવ્યું કે, હાલ 1000 રૂપિયાની નવી નોટો જારી કરવાનો સરકારનો કોઈ પ્લાન નથી… હાલ માર્કેટમાં અન્ય કરન્સીઓ જરૂર પુરતી ઉપલબ્ધ છે, ત્યારે માર્કેટમાં કોઈપણ નવી નોટ લાવવાનો પ્લાન નથી. 30 સપ્ટેમ્બર બાદ 2000 રૂપિયાની નોટો સર્ક્યુલેશનમાંથી બહાર થઈ જશે ત્યારબાદ શું કરવું તે જોવામાં આવશે.
સોશિયલ મીડિયા પર ઘણા સવાલો ઉઠ્યા
રૂપિયા 2000ની નોટોને સર્ક્યુલેશનમાંથી બહાર કરવાની જાહેરાત કરાયા બાદ સોશિયલ મીડિયામાં જાતજાતની વાતો જોવા મળી રહી છે. 1000 રૂપિયાની નવી અંગે લોકોના મનમાં ઘણા સવાલો ઉઠી રહ્યા હતા. જ્યારે જ્યારે આવા અહેવાલો સોશિયલ મીડિયા પર સામે આવ્યા, ત્યારે ત્યારે RBIએ પણ આવી વાતોને રદીયો આપતી રહી છે.
માર્કેટમાં નવી કરન્સી આવે… તે જરૂરી નથી
ઉપરાંત RBI ગર્વનરે કહ્યું કે, કોઈ કરન્સીને માર્કેટમાંથી હટાવવાનો અર્થ એ નથી કે, માર્કેટમાં કોઈ નવી કરન્સી લાવવામાં આવે… જોકે સિસ્ટમમાં મોટી લેવડ-દેવડ માટે મોટી બેંક નોટનું હોવું જરૂરી હોય છે. આવી સ્થિતિમાં જો 500 રૂપિયાની નોટ સૌથી મોટી કરન્સી કહેવાય તો ચોક્કસ આ વિચારવા જેવી બાબત છે. હવે નવી નોટો આવશે કે નહીં તે માટે રાહ જોવી પડશે.