દરેક પગલા સાથે બેંગલુરુમાં સ્થિત ISROના મિશન કંટ્રોલ રૂમમાં તાળીઓનો ગડગડાટ વધતો ગયો. ત્યાં હાજર પીએમ મોદી પણ કુતૂહલથી બધું જોઈ રહ્યા હતા.
રાત્રે 2.50 વાગ્યે અચાનક નીરવ શાંતિ છવાઈ ગઈ. ત્યાં હાજર વૈજ્ઞાનિકોના ચહેરા નિસ્તેજ થઈ ગયા. ચંદ્રયાન-2ના વૈજ્ઞાનિકોની 11 વર્ષની મહેનત અને પૃથ્વીથી ચંદ્ર સુધી 47 દિવસની મહેનત બાદ લેન્ડર વિક્રમ લક્ષ્યની આટલી નજીક ક્રેશ થઈ થયું. ઈસરોના તત્કાલીન વડા કે.સિવનની આંખોમાં આંસુ હતા અને પીએમ મોદી તેમને ગળે લગાવીને સાંત્વના આપી રહ્યા હતા.
4 વર્ષ પછી ISRO એ અધૂરું કામ પૂરું કરવા જઈ રહ્યું છે. ચંદ્રયાન-3 મિશન 14 જુલાઈ 2023ના રોજ બપોરે 2.30 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. જો ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગમાં સફળતા મળશે તો ભારત આવું કરનાર અમેરિકા, રશિયા અને ચીન પછી ચોથો દેશ બની જશે.
Anticipation builds as ISRO counts down to launch of Chandrayaan-3 mission today
Read @ANI Story | https://t.co/2EQ9Ren2xl#ISRO #Chandrayaan3 #MoonMission pic.twitter.com/TuSZTJ7Qyn
— ANI Digital (@ani_digital) July 14, 2023