ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આવતા મહિને ચીનમાં યોજાનારી એશિયન ગેમ્સ માટે ટીમની જાહેરાત કરી છે. આ ગેમ્સ 19 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન યોજાશે, જ્યારે T20 ફોર્મેટ ઇવેન્ટ 28 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન યોજાશે. IPL 2023માં ચેન્નઈ સુપર કિંગ્સના ઓપનર ખેલાડી ઋતુરાજ ગાયકવાડને મોટી જવાબદારી સોંપવામાં આવી છે.
NEWS 🚨- Team India (Senior Men) squad for 19th Asian Games: Ruturaj Gaikwad (Captain), Yashasvi Jaiswal, Rahul Tripathi, Tilak Varma, Rinku Singh, Jitesh Sharma (wk), Washington Sundar, Shahbaz Ahmed, Ravi Bishnoi, Avesh Khan, Arshdeep Singh, Mukesh Kumar, Shivam Mavi, Shivam…
— BCCI (@BCCI) July 14, 2023
BCCIએ યુવા ખેલાડીઓ પર લગાવ્યો દાવ
અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ ઋતુરાજ ગાયકવાડને ટીમની કમાન સોંપી છે, જ્યારે IPLમાં ધમાલ મચાવનાર રિંકુ સિંહને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. મુખ્ય ટીમના કેટલાક સભ્યો જેમ કે અર્શદીપ સિંહ, દીપક હુડાને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. એશિયન ગેમ્સમાં ભાગ લેનાર ભારતીય ટીમમાં મોટા ભાગના યુવા ખેલાડીઓ છે. જેના પરથી કહી શકાય છે કે પસંદગીકારોએ ટીમના યુવા ખેલાડીઓ પર સંપૂર્ણ દાવ લગાવ્યો છે.
ભારતીય ક્રિકેટ ટીમ
ઋતુરાજ ગાયકવાડ (c), યશસ્વી જયસ્વાલ, રાહુલ ત્રિપાઠી, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા , વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, શિવમ માવી, શિવમ દુબે, પ્રભસિમરન સિંહ,