બીજેપી સાંસદ બૃજ ભૂષણ શરણસિંહને મોટી રાહત મળી છે. મહિલા રેસલર્સેના યૌન શોષણના કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે તેને વચગાળાના જામીન મંજૂર કર્યા છે. તેના સામાન્ય જામીન પર બુધવારે કોર્ટમાં સુનાવણી થશે.
Former Wrestling Federation of India (WFI) chief and BJP MP Brij Bhushan Sharan Singh and Vinod Tomar granted interim bail by Delhi's Rouse Avenue court in the case of alleged sexual harassment of wrestlers. pic.twitter.com/EYWbwmQfuZ
— ANI (@ANI) July 18, 2023
બૃજ ભૂષણ શરણસિંહ કોર્ટમાં હાજર થયા હતા
બૃજ ભૂષણ શરણસિંહ પર 6 પુખ્ત મહિલા રેસલર્સે યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. આ કેસમાં દિલ્હી પોલીસે તાજેતરમાં રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટની નોંધ લેતા કોર્ટે બૃજ ભૂષણ શરણસિંહને આજે સમન્સ પાઠવ્યા હતા જેના પગલે બૃજ ભૂષણ શરણસિંહ કોર્ટમાં હાજર થયા હતા. કોર્ટે તેને વચગાળાના જામીન આપ્યા, હવે બુધવારે તેની સામાન્ય જામીન પર સુનાવણી થશે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કહ્યું કે ગુરુવારે નિયમિત બેલ પર સુનાવણી થશે.
રેસલર્સએ બ્રિજભૂષણ સામે ધરણા કર્યા
બૃજ ભૂષણ શરણસિંહનો વિરોધ કરતી વખતે કેટલીક મહિલા રેસલર્સે યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. પોલીસે 7 રેસલર્સ દ્વારા લગાવવામાં આવેલા યૌન શોષણના આરોપો પર બે કેસ નોંધ્યા હતા. પહેલો કેસ એક સગીર મહિલા રેસલર દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે કરવામાં આવ્યો હતો. જ્યારે બીજો કેસ 6 પુખ્ત મહિલા રેસલર્સની ફરિયાદના આધારે નોંધવામાં આવ્યો હતો. પોલીસે બંને કેસમાં તાજેતરમાં ચાર્જશીટ દાખલ કરી હતી. સગીર દ્વારા લગાવવામાં આવેલા આરોપોમાં દિલ્હી પોલીસે બૃજ ભૂષણ શરણસિંહને ક્લીનચીટ આપી હતી. સગીર મહિલા રેસલર્સ તેના નિવેદનથી ફરી ગઈ હતી. જ્યારે પુખ્ત મહિલા રેસલર્સની ફરિયાદ પર નોંધાયેલા કેસમાં પોલીસે બૃજ ભૂષણ શરણસિંહ વિરુદ્ધ કલમ 354, 354-A અને D હેઠળ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસમાં કોર્ટે બૃજ ભૂષણ શરણસિંહને સમન્સ મોકલીને હાજર થવા માટે કહ્યું હતું.
બ્રિજભૂષણની ધરપકડ કેમ ન થઈ?
દિલ્હી પોલીસે ચાર્જશીટમાં બૃજ ભૂષણ શરણસિંહની ધરપકડ ન કરવા પાછળનું કારણ વિગતવાર જણાવ્યું છે. બૃજ ભૂષણ શરણસિંહ સૂચનાનું પાલન કર્યું અને તપાસમાં જોડાયા હતા. પોલીસનું કહેવું છે કે બૃજ ભૂષણ શરણસિંહ અને વિનોદ તોમરની ધરપકડ વગર ટ્રાયલ માટે આરોપ મૂકવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયને ટાંકીને દિલ્હી પોલીસે કહ્યું છે કે 7 વર્ષ સુધીની સજા થઈ શકે તેવા ગુનાઓમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે નહીં.