હેનેલ પાસપોર્ટ ઈન્ડેક્સે તાજેતરમાં વિશ્વના સૌથી વધુ ટ્રાવેલ ફ્રેન્ડલી પાસપોર્ટની યાદી બહાર પાડી છે. આ લીસ્ટ માં સિંગાપુરને સૌથી પાવરફુલ પાસપોર્ટ ગણાવવામાં આવ્યો છે. એટલે કે સિંગાપોરના પાસપોર્ટ ધારકોને 192 દેશોમાં વિઝા વિના મુસાફરી કરવાની છૂટ છે. આ પહેલા જાપાનનો પાસપોર્ટ સતત પાંચ વર્ષ સુધી સૌથી શક્તિશાળી હતો.
Indian passport has visa-free access to 57 countries; Singapore’s most powerful at 192: Report
Read @ANI Story | https://t.co/ifIbqrve4z#Passport #PassportIndex #India #Singapore #Japan pic.twitter.com/a3527YP3iU
— ANI Digital (@ani_digital) July 19, 2023
હેનેલ પાસપોર્ટ ઈન્ડેક્સ
મંગળવારે જાહેર કરાયેલ હેનેલ પાસપોર્ટ ઈન્ડેક્સમાં સિંગાપોરે જાપાનને પછાડી પ્રથમ સ્થાન મેળવ્યું છે. ઈન્ડેક્સમાં સિંગાપોરના પાસપોર્ટને સૌથી શક્તિશાળી પાસપોર્ટ ગણાવ્યો છે. તે જ સમયે, જાપાનના પાસપોર્ટ જે છેલ્લા પાંચ વર્ષથી સતત પ્રથમ સ્થાને હતો, તેને ત્રીજા સૌથી શક્તિશાળી પાસપોર્ટ તરીકે ગણવામાં આવ્યો છે.
સિંગાપોરના પાસપોર્ટ ધારકોને 227 દેશોમાંથી 192 દેશમાં વિઝા વગર ટ્રાવેલ કરવાની છૂટ
જર્મની, ઇટલી અને સ્પેન દુનિયાના સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે. આ દેશના પાસપોર્ટ ધારકોને 190 દેશમાં વિઝા વગર ટ્રાવેલ કરવાની છૂટ છે. હેનેલ પાસપોર્ટ ઈન્ડેક્સ અનુસાર સિંગાપોરના પાસપોર્ટ ધારકોને 227 દેશોમાંથી 192 દેશમાં વિઝા વગર ટ્રાવેલ કરવાની છૂટ છે. જ્યારે જાપાનના પાસપોર્ટ ધારકોને 189 દેશમાં વિઝા વગર ટ્રાવેલ કરવાની છૂટ છે. ઓસ્ટ્રેલિયા, ફિનલેન્ડ, ફ્રાન્સ, લક્ઝમબર્ગ, દક્ષિણ કોરિયા અને સ્વીડનની સાથે જાપાન ત્રીજા સ્થાને છે.
અફઘાનિસ્તાન-ઈરાકનો પાસપોર્ટ સૌથી નબળો
ત્યારે, અફઘાનિસ્તાન અને ઈરાકનો સૌથી નબળો પાસપોર્ટ ગણાવાયો છે. અફઘાનિસ્તાનના પાસપોર્ટ ધારકોને 27 દેશમાં જ્યારે ઈરાકના પાસપોર્ટ ધારકોને 29 દેશમાં વિઝા વગર મુસાફરી કરવાની છૂટ છે.
ભારતના રેન્કિંગમાં સુધારો
ત્યારે, ભારતના પાસપોર્ટને 103 દેશોની યાદીમાં 80માં સ્થાન પર રખાયો છે. જ્યારે, આ વર્ષે ભારતની રેન્કિંગમાં 5 સ્થાનમાં સુધારો આવ્યો છે. હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સના નવા રેન્કિંગમાં ભારત, ટોગો અને સેનેગલને 80માં સ્થાન પર રખાયા છે. ઈન્ડેક્સ અનુસાર, ભારત, ટોગો અને સેનેગલના પાસપોર્ટ ધારકોને 57 દેશમાં વિઝા ફ્રી મુસાફરીની મંજૂરી છે. તો પાકિસ્તાનનો પાસપોર્ટ 100માં સ્થાને છે. પાકિસ્તાનના પાસપોર્ટ પર 33 દેશોમાં વિઝા-ફ્રી મુસાફરીને મંજૂરી છે.