Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 23°C

વડાલીની નેત્રહીન નિરમા ઠાકોરને બ્લાઇન્ડ મહિ ફૂટબોલ માટે ભારતીય ટીમમાં સ્થાન મળ્યું.

વડાલીની નેત્રહીન નિરમા ઠાકોરને બ્લાઇન્ડ મહિ ફૂટબોલ માટે ભારતીય ટીમમાં સ્થાન મળ્યું.

આ અંગેની વિગત એવી છે કે,વડાલી તાલુકાના રહેડા ગામની દિવ્યાંગ નિરમા ઠાકોરે ગામમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂરું કર્યા બાદ અમદાવાદ ખાતે વિશેષ સિદ્ધિઓ મેળવી છે. બાળપણથી જ રમતજગતમાં પણ અદમ્ય ઈચ્છા શક્તિના પગલે અમદાવાદ અંધજન મંડળ થકી કેરળ ખાતે યોજાયેલી રાષ્ટ્રીય ફૂટબોલ ટીમમાં ગુજરાતને મેડલ અપાવવામાં દિવ્યાંગ દેખાડી છે. દીકરીનો વિશેષ ફાળો હતો. જેના પગલે ભારતની ટીમમાં એકમાત્ર ગુજરાતી તરીકે પસંદગી પામી છે.

નિરમાની માતા લખુબેન ઠાકોર જણાવે છે કે, નિરમાને માત્ર દોઢ વર્ષ પહેલાં જ ફૂટબોલની રમત રમવાની શરૂઆત કરી વધુ ઈચ્છા થતાં તેમને અમદાવાદ ખાતે ફૂટબોલની પ્રેક્ટિસ શરૂ કરી હતી. તેણે સફળતા મેળવતાં આજે દીકરી નેત્રહિન હોવાનું જે દુઃખ હતું તે આજે ગૌરવ બન્યું છે અને મારી દીકરી અસામાન્ય સિદ્ધિ હાંસલ કરી દેખાડી છે.

નિરમા ઠાકોર જણાવે છે કે, પોતાની સિદ્ધિને સ્થાનિકો પણ વધાવી રહ્યા છે. પિતા બે વર્ષ અગાઉ અવસાન પામ્યા છે. તેમને આ ગૌરવપૂર્ણ ક્ષણોમાં સાથે નથી તેનું ખુબ દુઃખ છે. આ ફુટબોલ ટુર્નામેન્ટમાં આઇ પેચ પહેરવા તેમજ ચહેરાની સુરક્ષા માટે ગોલ ફિક્સ પહેરાવામાં આવે છે. જેના કારણે ચહેરો સુરક્ષિત રહી શકે છે. આ ફૂટબોલ અવાજ વાળો હોવાથી અવાજની દિશા પ્રમાણે ૨મે છે. જોકે તદ્દન સામાન્ય પરિવાર સહિત દિવ્યાંગ હોવાની સાથો સાથ ઘર પરિવારની જવાબદારી અને છેવાડાનું ગામડું હોવા છતાં માનસિક મજબૂત મનોબળ હોવાના પગલે નિરમા ઠાકોર આજે રાષ્ટ્રીય કક્ષાએ વિશેષ સિદ્ધિ હાંસલ કરી રહી છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.