બોટાદ રેલવે સ્ટેશને ટ્રેનમાં આગ લાગી છે. ડેમુ ટ્રેનમાં આગ લાગતા દોડધામ મચી હતી. પ્લેટફોર્મ નંબર 7 ઉપર બંધ હાલતમાં હતી ત્યારે આગ લાગી જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. રેલવે વિભાગના અધિકારીઓને જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર ફાઈટરના 30 જવાનો સહિત 3 ફાયરની ગાડી દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
પ્રાથમિક તબક્કે મળતી માહિતી મુજબ આ ડેમુ ટ્રેન બોટાદથી સુરેન્દ્રનગર સાંજે 6 વાગે ઊપડે છે. ટ્રેન બોટાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7 ઉપર બંધ હાલતમાં હતી ત્યારે એકાએક વિકરાળ આગ લાગી હતી. જોકે આગ લાગવાનું કારણ હજી અકબંધ છે. ફાયર ટીમને જાણ થતાં જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.
ફાયર ફાઈટરના 30 જવાનો સહિત 3 ફાયરની ગાડી દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.