અમેરિકાની પ્રતિનિધિ સભામાં રીપબ્લિકન્સે બાયડન વહીવટી તંત્ર ઉપર ચીન સાથે તુષ્ટીકરણની નીતિ અપનાવવાનો ગંભીર આક્ષેપ કર્યો છે, સાથે કહ્યું છે કે અમેરિકાએ ચીન સામે સ્પર્ધાત્મક હરીફાઈ છોડવા સાથે, અમેરિકા તેના અધિકારીઓને બૈજિંગ મોકલવાથી શી જેવો સરમુખત્યાર વધુ ને વધુ બળવત્તર બનતો જશે.
કારણ કે તેમ કરવાથી આપણી નિર્બળતા છતી થશે. આ સાથે તેઓએ ચીન સાથે વ્યૂહાત્મક સ્પર્ધા કરવા અનુરોધ કર્યો હતો.
જો કે બાયડન વહીવટી તંત્રે તે આક્ષેપોને રદીયો આપતાં જણાવ્યું હતું કે, અમે ચીન સાથે સ્પર્ધા કરવા અસામાન્ય પગલાં લીધા છે.
હાઉસ ફોરેન અફેર્સ કમીટી (એચ.એફ.એ.સી.) એ અમેરિકાનાં સંસદ ગૃહ કેમિટોલ-હીલ માં યોજાયેલી આ મીટીંગમાં અધ્યક્ષ પદ માઈકલ મેકકૉલે સંભાળ્યું હતું. સાથે કીમ યંગ પણ હતા. આ બંને રીપબ્લિકન્સ છે. આ ફોરેન અફેર્સ કમીટીની એક સબ કમીટી છે. તેમાં ઇન્ડો પેસિફિક અફેર્સ તથા ફાર-ઇસ્ટ ઉપર થયેલી ચર્ચામાં તેઓએ ઇસ્ટ એશિયન અફેર્સ વિદેશ ખાતામાં સંભાળતા, ડેનીયલ ક્રીટેન બ્રિન્કની પરેડ લઈ નાખી હતી અને વહીવટી તંત્રની ચાઇના પોલીસી અંગે તલસ્પર્શી પ્રશ્નો પૂછ્યા હતા.
ચીન સાથેના સંબંધોની ચેનલ્સ ખુલ્લી રાખવાની નીતિ અમેરિકા છેલ્લા કેટલાક મહિનાઓથી અપનાવી રહ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી, એન્ટની બ્લિન્કેન વિત્તમંત્રી જેનેટ થૈલ્સેન અને ઋતુ પરિવર્તન મંત્રી જહોન કેરીએ બૈજિંગની મુલાકાત લીધી હતી. જયારે અમેરિકાના નેશનલ સિકયુરિટી એડવાઇઝર જેરુ સુલતીવાન ચાઇનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટીનાં વિદેશ વિભાગ સંભાળતા વાંગ ચીને વિયેનામાં મળ્યા હતા.
વધુમાં જાણવા મળ્યું છે કે, પ્રમુખ જો બાયડન, ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે આગામી મહિનાઓમાં મંત્રણા કરવાના છે.