રશિયા લાલચોળ થઈ શકે છે તેવો અંદાજ પાકિસ્તાનને કદાચ પહેલેથી હતો. એટલે જ તેણે પહેલા નિવેદન આપી દીધુ હતુ કે યુક્રેન અને પાકિસ્તાન વચ્ચે હથિયારો અંગે કોઈ ડીલ થઈ નથી. પાકિસ્તાનનુ કહેવુ છે કે, યુક્રેનને અમે કોઈ હથિયારો આપી રહ્યા નથી પણ અલગ અલગ રિપોર્ટસ કહી રહ્યા છે કે પાકિસ્તાન આડકતરી રીતે ત્રીજા દેશ થકી યુક્રેનને હથિયારો મોકલી રહ્યુ છે.
જોકે યુક્રેનના વિદેશ મંત્રીની પાકિસ્તાનની મુલાકાત બાદ રશિયાએ પોતાની નારાજગી જાહેર કરી છે. પાકિસ્તાનની સરકારનો કાર્યકાળ ખતમ થવાનો હોવાથી વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ એક ફેરવેલ ડિનરનુ આયોજન કર્યુ હતુ. જેમાં ભારત, યુક્રેન, અ્મેરિકા અને ચીન સહિત તમામ દેશોના ડિપ્લોમેટ્સને આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. જોકે રશિયાના રાજદૂત સમયના અભાવનુ કારણ આપીને તેમાં સામેલ થયા નહોતા અને રશિયા તરફથી કોઈ પ્રતિનિધિ પણ હાજર રહ્યુ નહોતુ.
રશિયાએ આ રીતે યુક્રેનના વિદેશ મંત્રીની પાકિસ્તાન યાત્રા પ્રત્યે નારાજગી વ્યક્ત કરી રહોવાનુ કહેવાઈ રહ્યુ છે.