Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 26°C

Pushpa 2નો ડાયલૉગ થયો લીક! સોશિયલ મીડિયા પર ફેલાયો

Pushpa 2નો ડાયલૉગ થયો લીક! સોશિયલ મીડિયા પર ફેલાયો

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની અપકમિંગ ફિલ્મ ‘પુષ્પા: ધી રુલ ‘ નું શુટિંગ શરુ કરી દેવામાં આવ્યું હતુ. ફેન્સ આ ફિલ્મની બેસબ્રીથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ આ બધા વચ્ચે પુષ્પા-2 નો ડાયલોગ લીક થઈ ગયો છે. એક્ટરે એક કાર્યક્રમમાં પોતાની આગામી ફિલ્મની સિક્વલનું ટ્રેલરનો એક મેઈન ડાયલોગ લીક કર્યો છે.

હું આ ફિલ્મનો એક ડાયલોગ બોલવા માટે મારી જાતને રોકી નથી શકતો: અલ્લુ અર્જુન

હૈદરાબાદમાં ફિલ્મ બેબીની એક ઈવેન્ટમાં એક્ટર પુષ્પા -2 નો એક ડાયલોગ લીક કર્યો છે તેના પછી તે ઈન્ટરનેટ પર જોરદાર રીતે વાઈરલ થઈ રહ્યો છે. તેલુગુ સિનેમા અનુસાર અલ્લુ અર્જુને કહ્યુ હતું કે, હું પુષ્પા 2 વિશે વાત કરવા નથી આવ્યો, પરંતુ હું આ ફિલ્મનો એક ડાયલોગ બોલવા માટે મારી જાતને રોકી નથી શકતો.

ટ્વિટર પર છવાયા અલ્લુ અર્જુન

ત્યાર બાદ અલ્લુ અર્જુને તેલુગુમાં પુષ્પા 2ના ડાયલોગને બોલે છે, જેનો મોટા પ્રમાણમાં હિન્દી અનુવાદ કરવામાં આવ્યું છે. બધુ જ એક નિયમ પ્રમાણે કરવામાં આવશે, તે પુષ્પા નિયમ છે. તો ત્યાં ઈવેન્ટનો વીડિયો ટ્વિટર પર મુકવામાં આવ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ નેટિજંસ તેના પર પોતાની પ્રતિક્રિયા આપવામાં પોતાની જાતને રોકી નથી શકતા.

ફિલ્મ રિલાઝ થાય તે પહેલા જ શાનદાર કમાણી શરુ કરી લીધી છે. મીડિયાના રિપોર્ટ પ્રમાણે મળેલી માહિતી પ્રમાણે અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ પુષ્પા 2ના ઓડિયોના રાઈટ્સ 500 મિલિયનમાં વેચવામાં આવ્યો છે. આશા છે કે આ ફિલ્મ આગામી વર્ષમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ જશે.

 

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.