જો તમે તમારી લાઈફસ્ટાઈલને સારી અને હેલ્ધી રાખો છો તો હૃદયની બીમારી, બ્રેઈનની બીમારીની સાથે-સાથે ડાયમેન્શિયાનું જોખમ ઓછુ થાય છે. હેલ્ધી રહેવા માટે, સારુ ભોજન, વજન કંટ્રોલ કરવો, ધૂમ્રપાન ન કરવુ, બીપીને કંટ્રોલમાં રાખવુ, કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવુ અને ઓછુ બ્લડ શુગર સામેલ છે.
રિસર્ચર અનુસાર જો તમે હેલ્ધી લાઈફસ્ટાઈલ રાખશો તો ડાયમેન્શિયાનું જોખમ 6 ટકા ઘટી જાય છે. આનાથી જાણ થાય છે કે શરૂઆતથી જ હેલ્ધી લાઈફસ્ટાઈલને ફોલો કરવી જોઈએ જેનાથી ડાયમેન્શિયાનું જોખમ ઓછુ થઈ જાય છે.
પુસ્તકો વાંચવા
પુસ્તકો વાંચવા એક સારી આદત છે સાથે આ તમારા મગજને હેલ્ધી પણ રાખે છે. વાંચવાથી મગજ હંમેશા એક્ટિવ રહે છે. જેનાથી કોઈ પણ બીમારી થવાનું જોખમ ઘટી જાય છે.
એક્ટિવ રહેવુ
શારીરિક પ્રવૃતિ મગજની કોશિકાઓને ચાર્જ અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. રેગ્યુલર એક્સરસાઈઝથી મગજમાં લોહીનો પ્રવાહ વધે છે. આની કાર્યક્ષમતા વધે છે અને કોઈ પણ બીમારીનું જોખમ ઓછુ થઈ જાય છે.
હેલ્ધી ડાયટ લેવુ
ફળો, શાકભાજી, પ્રોટીન અને અનાજથી ભરપૂર ડાયટ મગજને સર્વોત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરે છે. પ્રોસેસ્ડ ફૂડ અને ખાંડયુક્ત પીણા ટાળો જે જ્ઞાનાત્મક ક્ષતિનું કારણ બને છે.
વજન જાળવી રાખવુ
સંતુલિત આહારની સાથે-સાથે સ્વસ્થ વજન જાળવી રાખવુ પણ મહત્વપૂર્ણ છે. મેદસ્વીપણુ મગજના વિકારો સહિત વિભિન્ન સ્વાસ્થ્ય જટિલતાઓનું કારણ બની શકે છે.
ધૂમ્રપાન કરવુ જોઈએ નહીં
વધુ ધૂમ્રપાન કરવાથી મગજ પર ખૂબ વધુ હાનિકારક પ્રભાવ પડે છે. માત્ર એટલુ જ નહીં આનાથી સ્ટ્રોક અને અલ્ઝાઈમરની બીમારીનું જોખમ વધી જાય છે.
હાઈ બીપી
હાઈ બીપી મગજની કમજોર નસોને નુકસાન પહોંચાડી શકે છે. આનાથી સ્ટ્રોકનું પણ જોખમ રહે છે.
બ્લડ શુગર લેવલ
બ્લડમાં શુગલ લેવલ કેટલુ છે તે હંમેશા ચેક કરાવતા રહેવુ જોઈએ. બ્લડમાં હાઈ શુગર લેવલ મગજને નુકસાન પહોંચાડી શકે છે. આનાથી યાદશક્તિ અને શીખવાની સમસ્યાઓમાં મુશ્કેલી થઈ શકે છે. સાથે જ મૂડ સ્વિંગ, વજન વધવુ, હાર્મોનલ ચેન્જ અને અલ્ઝાઈમરની બીમારીનું પણ જોખમ વધે છે.