ભારતમાં UPI પેમેન્ટ ખૂબ જ લોકપ્રિય છે અને ડીજીટલ ભારત મિશનના લક્ષ્યને આગળ ધપવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારત સરકાર હવે અન્ય દેશોમાં પણ UPI સેવા શરૂ કરવા પર ભાર મુક્યો છે જેથી ભારતીય લોકો સરળતાથી મુસાફરી કરી શકે. તાજેતરમાં પીએમ મોદી ફ્રાન્સની 2 દિવસની મુલાકાતે હતા, જ્યાંથી તેમણે ફ્રાન્સમાં UPI પેમેન્ટ ચલાવવાની વાત કરી હતી. ફ્રાન્સ બાદ હવે બીજા દેશમાં UPI પેમેન્ટ સર્વિસ શરૂ થવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે આ સંબંધમાં એક MOU હસ્તાક્ષર કર્યા છે.
આ દેશમાં પણ હવે લાગુ થશે UPI, સરકારે આપી મંજૂરી
સિંગાપોર, UAE, નેપાળ, ભૂતાન અને ફ્રાન્સ પછી હવે શ્રીલંકા પણ ભારતની યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ પેમેન્ટ સર્વિસ લાગુ થવા જઈ રહી છે. એટલે કે, જો તમે શ્રીલંકાની મુસાફરી કરો છો, તો હવે તમે UPI દ્વારા ત્યાં પેમેન્ટ કરી શકશો.
UPI ઉપરાંત શ્રીલંકા સાથે પેટ્રોલિયમ લાઇન અને લેન્ડ બ્રિજ કનેક્ટિવિટી અંગે પણ વાતચીત
ભારતની મોબાઈલ આધારિત પેમેન્ટ સિસ્ટમ, UPI ગ્રાહકોને દિવસના કોઈપણ સમયે ઝડપી અને ઈન્સ્ટનટ ચુકવણી કરવાની મંજૂરી આપે છે. આ માટે વર્ચ્યુઅલ પેમેન્ટ એડ્રેસ એટલે કે VPA નો ઉપયોગ કરવામાં આવે છે. UPI ઉપરાંત ભારત અને શ્રીલંકા વચ્ચે પેટ્રોલિયમ લાઇન અને લેન્ડ બ્રિજ કનેક્ટિવિટી અંગે પણ વાતચીત થઈ હતી. 2022માં ભારતે શ્રીલંકાને લોન સહિત 4 બિલિયન ડોલરની મદદ કરી હતી. ભારત સરકારે આર્થિક સંકટ સામે લડવા માટે પડોશી દેશને ખોરાક અને ઈંધણ ખરીદવામાં મદદ કરી હતી.