સંસદના ચોમાસુ સત્રનો આજે ત્રીજો દિવસ છે. બંને ગૃહોમાં મણિપુર પર હંગામો ચાલુ રહેવાની ધારણા છે. કારણ કે વિપક્ષી દળોએ આ મુદ્દે ભાજપને ઘેરવાની રણનીતિ બનાવી છે તો ભાજપે પણ બંગાળ અને રાજસ્થાનમાં મહિલાઓ પર થતા અત્યાચાર સામે ગઠબંધન કરીને લડવાની યોજના તૈયાર કરી છે.
ભાજપના સાંસદોએ ગેહલોત સરકાર વિરુદ્ધ કર્યા ધરણા
રાજસ્થાનના ભાજપના સાંસદોએ આજે સંસદ ભવન સંકુલમાં ગેહલોત સરકાર વિરુદ્ધ ધરણા કર્યા હતા. રાજ્યમાં મહિલાઓ વિરુદ્ધ વધી રહેલા ગુનાઓને લઈને સાંસદોએ રાજ્ય સરકારને ઘેરી હતી. સંસદ ભવન સંકુલમાં ગાંધી પ્રતિમા સામે સાંસદોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
મણિપુર મુદ્દે વિપક્ષે સરકારને ઘેરી
મણિપુર મુદ્દે વિપક્ષનું ખૂબ જ આક્રમક વલણ જોવા મળી રહ્યું છે. સંસદની કાર્યવાહી શરૂ થતા પહેલા વિપક્ષી સાંસદોએ આજે મણિપુરની ઘટનાને લઈને ધરણા કર્યા હતા. આ દરમિયાન વિપક્ષી સાંસદોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને વડાપ્રધાનને આ ઘટના અંગે સંસદમાં નિવેદન આપવાની માંગ કરી હતી.
#WATCH | Opposition parties (I.N.D.I.A) protest in Parliament demanding PM Modi's statement on Manipur in both houses. pic.twitter.com/b8kjFA7UUB
— ANI (@ANI) July 24, 2023