જ્ઞાનવાપી પરિસરમાં સુપ્રીમે આપેલા ચુકાદા અનુસાર આજથી શરુ થવાનો હતો. આજે સવારે ASIની સર્વે ત્યાં પહોંચી હતી. પરંતુ ફરીથી આ મામલા પર સુપ્રીમ દ્વારા સુનવણી કરવામાં આવી હતી.
સુપ્રીમે કોર્ટે આપ્યો આદેશ!
અહેવાલ અનુસાર, જ્યારે આ મામલાની સુનાવણી સવારે 10.30 વાગ્યે શરૂ થઈ ત્યારે સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને પૂછ્યું કે, તેઓ આ મામલે હાઈકોર્ટમાં કેમ ન ગયા. આ સાથે સુપ્રીમ કોર્ટે યુપી સરકારને પૂછ્યું કે, ASI કેવી રીતે કામ કરે છે. આ મામલે સુપ્રીમ કોર્ટ ફરીથી ચુકાદો આપતા કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને હાઇકોર્ટમાં જવા માટે એક અઠવાડિયાનો સમય આપ્યો છે અને વૈજ્ઞાનિક રીતે આ સર્વે ચાલુ રાખવા આદેશ આપ્યો છે. આ આદેશથી હિંદુ પક્ષને મોટી રાહત મળી છે. જોકે સુપ્રીમે આપેલા આદેશ અનુસાર ASI બે અઠવાડિયા સુધી કોઈ ખોદકામ કરી શકશે નહી.
આજે સવારે ASIની ટીમ પરિસરના સર્વે માટે પહોંચી હતી
જિલ્લા કોર્ટના આદેશ પર ASIની ટીમ આજે સવારે 7 વાગ્યાથી જ્ઞાનવાપીમાં સર્વે કરી રહી હતી. મુસ્લિમ પક્ષ સર્વે માટે પહોંચ્યા ન હતા. મુસ્લિમ પક્ષે સર્વોચ્ચ અદાલતને ઓછામાં ઓછા એક સપ્તાહ સુધી સર્વે પર રોક લગાવવાની માંગ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુપ્રીમ કોર્ટે યુપી સરકારને ASIના કામ વિશે પૂછ્યું હતુ.
મુસ્લિમ પક્ષે કરી સ્ટે મૂકવાની માંગ
મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટમાં કોર્ટે આપેલા સર્વેના આદેશ પર સ્ટે મૂકવાની માંગ કરી હતી. મુસ્લિમ પક્ષનું કહેવું છે કે, સર્વે માટે આવો નિર્દેશ સુપ્રીમ કોર્ટના નિર્ણયની વિરુદ્ધ છે. મસ્જિદ કમિટીએ કહ્યું છે કે, ખોદકામ સહિતના સર્વેનો આદેશ મુસ્લિમોના પરિસરમાં પ્રવેશમાં અવરોધ ઉભો કરે છે.