સુપ્રીમ કોર્ટે આજે સોમવારે જ્ઞાનવાપી કેસમાં વારાણસીની ડિસ્ટ્રીક્ટ કોર્ટે આર્કીયોલોજિક સર્વે ઓફ ઇંડિયાને જ્ઞાનવાપીમાં સંશોધન શરૂ કરવા આપેલ આદેશ સામે સ્ટે આપ્યો છે અને જણાવ્યું છે કે આ કેસ અંગે મસ્જિદ મેનેજમેન્ટ સમિતિને શ્વાસ લેવાનો સમય આપો. આ સાથે સુપ્રીમ કોર્ટે ૨૬ જુલાઈના સાંજના પાંચ વાગ્યા સુધીનો મસ્જિદ મેનેજમેન્ટ સમિતિને હાઈકોર્ટમાં જવા માટેનો સમય આપ્યો છે. આ હુકમ કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, મસ્જિદ મેનેજમેન્ટ કમિટીને સંવિધાનના અનુચ્છેદ ૨૨૭ (રીટ જયુરિસ્ડીકશન) નીચે ડીસ્ટ્રીકટ કોર્ટના હુકમ સામે હાઇકોર્ટમાં અરજી કરવા પરવાનગી આપીએ છીએ.
આ પૂર્વ મસ્જિદ મેનેજમેન્ટ સમિતિએ એએસઆઈ દ્વારા જ્ઞાનવાપી મસ્જિદમાં હાથ ધરાઈ રહેલી સંશોધન કાર્યવાહી ઉપર એક સપ્તાહનો સ્ટે મુકવા અરજી કરી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે ૨૬ જુલાઈ સાંજના ૫ વાગ્યા સુધીનો સ્ટે આપવા સાથે તે કમીટીને હાઇકોર્ટમાં જવા માટે અનુમતિ પણ આપી દીધી હતી.
આજે સુપ્રીમ કોર્ટમાં હિન્દુ પક્ષ તરફથી કાઉન્સેલ શ્યામ દીવાન ઉપસ્થિત રહ્યા હતા. જયારે મુસ્લિમ પક્ષ મસ્જિદ મેનેજમેન્ટ સમિતિ – તરફથી વકીલ મુશીફા અહમદ ઉપસ્થિત હતા. ઉત્તર પ્રદેશ સરકાર તરફથી તુષાર મહેતા હાજર રહ્યા હતા.
દરમિયાન વારાણસી સ્થિત જ્ઞાનવાપી પરિસરનો એએસઆઈ (આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇંડિયા) દ્વારા સર્વે શરૂ થઈ ગયો છે. આજે સવારે ૭ વાગ્યાથી એએસઆઈના દિલ્હી, આગ્રા, લખનૌ અને પટણાના વિદ્વાનો કાર્યરત બની ગયા છે. વાસ્તવમાં તેઓ ગઇકાલે (રવિવારે) જ વારાણસી પહોંચી ગયા હતા.
તે સર્વ વિદિત છે કે ૨૨ જુલાઈએ કોર્ટ પરિસરનો સર્વે કરવાનો આદેશ આપી દીધો હતો. તે પ્રમાણે કાશી વિશ્વનાથ મંદિર પાસેથી મા શ્રૃંગાર ગૌરી જ્ઞાનવાપી મસ્જીદના વિવાદિત સ્થાનો છોડી અન્ય સ્થળોના સંપૂર્ણ જ્ઞાનવાપી પરિસરની પુરાતત્વીય તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ય માહિતી પ્રમાણ સુનાવણી દરમિયાન હિન્દુ પક્ષના વકીલ સુધીર ત્રિપાઠીનું કહેવું હતું કે,કાશી વિશ્વનાથ મંદિર જ્ઞાનવાપી મસ્જિદ વિવાદનો સમગ્ર મસ્જિદ પરિસરની પુરાતત્વીય તપાસ દ્વારા જ ઉકેલ આવી શકે તેમ છે. પરંતુ મુસ્લીમ પક્ષ એએસઆઈ સર્વેનો વિરોધ કરી રહ્યો છે.
દરમિયાન સમગ્ર પરિસર અને વારાણસીમાં આજે કડક સલામતી ગોઠવાઈ ગઈ છે.
હિન્દુ પક્ષના વકીલ સુધીર ત્રિપાઠી કહ્યું હતું કે, આજ થઈ રહેલી જ્ઞાનવાપી સર્વે અમારા માટે બહુ મહત્વની વાત છે. સર્વે સવારે સાત વાગ્યાથી શરૂ થઈ તે ક્યારે પૂરી થશે તે કહી શકાય તેમ નથી.
ઉલ્લેખનીય છે કે પુરાતત્વ વિદો તો ગઈકાલે (રવિવારે) વારાણસી પહોંચી ગયા હતા. તેમાં દિલ્હી, આગ્રા, લખનૌ અને પટણાના વિદ્વાનો સમાવિષ્ટ છે.
જ્ઞાનવાપી મસ્જિદ મામલામાં યાચિકાકર્તા સોહનલાલ આર્યએ કહ્યું હતું કે, ‘આ અમારા માટે હિન્દુ સમુદાય જ કરોડો લોકો માટે, એક ઘણી ગૌરવશાળી ક્ષણ છે. સર્વેક્ષણ તે જ જ્ઞાનવાપી મુદ્દાનું એક માત્ર સમાધાન છે.
હિન્દુ પક્ષના વકિલ સુભાષનંદન ચાતુર્વેદીએ કહ્યું હતું કે, અમને વિશ્વાસ છે કે સંપૂર્ણ પરિસર મંદિરનો જ છે. સર્વેક્ષણનું પરિણામ અમને અનુકૂળ જ રહેશે.
દરમિયાન મુસ્લિમ પક્ષે આ સર્વેક્ષણ રોકવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. મુસ્લિમ પક્ષનું કહેવું છે કે સર્વે દરમિયાન કેટલાક હિન્દુઓ પણ અંદર પહોંચી ગયા છે. તેથી અમે સર્વેનો વિરોધ કરીએ છીએ.
આજે સવારે એએસઆઈ ટીમે માપપટ્ટી લઈ પરિસરનું માપ લીધું. ૪ ટ્રાઈપોડઝ ઉપર ૪ અલગ કેમેરા ગોઠવવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે વિવાદિત હિસ્સો છોડી પરિસરની ઇંટ અને પથ્થરની લંબાઈ અને પહોળાઈ માપવામાં આવી છે. પાયા પાસેની માટીનાં સેમ્પલ લેવાયા છે. ચારે દિવાલોની વિડીયો, ફોટોગ્રાફી કરાઈ છે. પગથિયાના પથ્થરોના સેમ્પલ ઉપરાંત જ્ઞાનવાપીના દરેક ખંડો અને દિવાલોની ફોટોગ્રાફી તથા વિડીયો થઈ રહ્યું છે.