ગત સપ્તાહે તેની આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા હોવાના આરોપસર બ્રિટિશ પોલીસે ધરપકડ કરી હતી. પોલીસનુ કહેવુ છે કે, તેણે સંગઠનને સહાયતા પણ કરી છે. અંજેમ ચૌધરી પ્રતિબંધિત આતંકી સંગઠન અલ મુહાજિરૌનનો પૂર્વ પ્રમુખ પણ છે.
પોલીસે તેના પર આતંકી સંગઠનને સૂચના આપવા બદલ તેમજ એક વધુ પ્રતિબંધિત સંગઠનને પ્રોત્સાહન આપવા માટે બેઠકો યોજવાના આરોપ લગાવ્યા છે. પોલીસ હવે તેને કોર્ટમાં રજૂ કરવાની છે.
અંજેમ ચૌધરી એક સમયે બ્રિટનનો હાઈ પ્રોફાઈલ ઉપદેશક હતો. તેને ઈસ્લામિક સ્ટેટને સમર્થન આપવા માટે 2016માં સજા ફટાકરવામાં આવી હતી. પાંચ વર્ષની જગ્યાએ અડધી સજા ભોગવ્યા બાદ તે 2018માં બહાર આવી ગયો હતો.
થોડા સમય માટે ખામોશ રહ્યા બાદ અંજમે ફરી ભડકાઉ ભાષણો શરૂ કરી દીધા હતા. બતાજેતરમાં બ્રિટનની શાન સમા અને શાહી પરિવારના સત્તાવાર નિવાસ સ્થાન બકિંગ હામ પેલેસને તેણે મસ્જિદમાં ફેરવવાની વાત કરી હતી અને તેના કારણે પોલીસના કાન ફરી સરવા થઈ ગયા હતા.
એ પછી થોડાક જ દિવસોમાં અંજેમ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી.