બજેટ એરલાઇન્સ GoFirst ની સેવા હવે ગમે ત્યારે ફરી શરૂ થઈ શકે છે. કંપનીની ટેસ્ટ ફ્લાઈટ સફળ રહી છે. ગો ફર્સ્ટની સેવા 3જી મેથી બંધ છે. કંપની લગભગ નાદારીની આરે પહોંચી ગયા બાદ GoFirst એ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ પાસે રાહત માંગી હતી, જે પછી NCLT કંપનીને બીજી તક આપવા સંમત થઈ હતી.
Signing the skies again with G8 after a long hopeful wait.
We are so happy to tell you that our test runs were successful.
A sign that we'll be back on the runway soon.#GetSetForGoFirst pic.twitter.com/Zmp1lZmygB
— GO FIRST (@GoFirstairways) July 25, 2023
ગો ફર્સ્ટે ટ્વીટમાં કહ્યું, ‘લાંબીની પ્રતીક્ષા પછી, અમે આકાશમાં ધુમ માચાવવા માટે વિમાન G8 સાથે ફરી તૈયાર છીએ. અમે ખૂબ જ ખુશ છીએ કે અમારી ટેસ્ટ ફ્લાઈટ સફળ રહી છે. રનવે પર પાછા ફરવાનો આ અમારો સંકેત છે.
ટૂંક સમયમાં ટિકિટ બુકિંગ શરૂ થશે
GoFirstની ટેસ્ટ ફ્લાઈટ સાથે જોડાયેલી જાણકારી એવા સમયે સામે આવી છે જ્યારે કંપનીએ તેની સર્વિસ પર 25 જુલાઈ સુધી પ્રતિબંધ લગાવી દીધો હતો. કંપનીએ મુસાફરોને જાણ કરી હતી કે ઓપરેશનલ સમસ્યાઓના કારણે તેણે તેની ફ્લાઈટ સેવા બંધ રાખી છે. હવે કંપનીનું કહેવું છે કે તે જલદી જ ફ્લાઈટ્સ માટે ટિકિટ બુક કરવાનું શરૂ કરશે.
ડીજીસીએ તરફથી મંજૂરી મળી ગઈ છે
ઉડ્ડયન ક્ષેત્રના નિયમનકાર DGCAએ તાજેતરમાં GoFirstને સેવા ફરી શરૂ કરવા માટે શરતી પરવાનગી આપી છે. કંપની હવે 15 એરક્રાફ્ટ સાથે દરરોજ 114 ફ્લાઈટ્સ ઓપરેટ કરી શકે છે. ડીજીસીએએ દિલ્હી હાઈકોર્ટ અને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ને સુપરત કરાયેલ GoFirstનો રેઝ્યૂમે પ્લાન પણ સ્વીકાર્યો છે.
હવે સેવા ફરી શરૂ કરવા માટે, GoFirst એ હંમેશા માટે એર ઓપરેટર સર્ટિફિકેટ (AOC) લેવું પડશે, આ માટે તેણે અમુક નિયમનકારી જરૂરિયાતો પૂરી કરવી પડશે. એરલાઈન્સે બતાવવું પડશે કે તેઓ અને તેમના તમામ વિમાન ઉડવા માટે યોગ્ય છે.