કેદારનાથ મંદિરના વ્યવહારમાં સંપૂર્ણ નાણાકીય પારદર્શિતા લાવવા માટે એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. કેદારનાથ મંદિરમાં કાચનો પારદર્શક રૂમ બનાવવામાં આવ્યો છે, જ્યાં ભક્તો દ્વારા દાનમાં આપવામાં આવેલ રોકડ અને કિંમતી ભેટની ગણતરી કરવામાં આવશે.
નાણાકીય પારદર્શિતા લાવવા બનાવાયો કાંચનો રૂમ
બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)ના પ્રમુખ અજેન્દ્ર અજયે મંગળવારે આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે મંદિરમાં વ્યવહારોમાં સંપૂર્ણ નાણાકીય પારદર્શિતા લાવવા માટે કાચનો પારદર્શક રૂમ બનાવવામાં આવ્યો છે.
સોમવારે રૂમનું સંચાલન શરુ થયું હતું
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સોમવારે પૂજા કર્યા પછી પારદર્શક કાઉન્ટિંગ રૂમનું સંચાલન શરૂ થયું છે. જેમાં BKTC એક્ઝિક્યુટિવ ઓફિસર રમેશ ચંદ્ર તિવારી અને કેદાર સભાના પ્રમુખ રાજકુમાર તિવારી સામેલ થયા હતા.