રશિયાએ યુક્રેન ઉપર આક્રમણ શરૂ કર્યું ત્યારથી હજ્જારો મર્શીનરી (ભાડુતી સૈનિકો) યુક્રેન આવ્યા હતા. તે પૈકી મોટા ભાગના તો અમેરિકા, કેનેડા અને પોલેન્ડના છે. શરૂઆતમાં તો તેઓ દિલ દઇને રશિયા સૈનિકો સામે લડતા હતા. તે પૈકી પોલેન્ડને તો રશિયા સાથે સદીઓ જૂનો સરહદી વિવાદ છે. જયારે અમેરિકા અને કેનેડા ઇવીલ-હાર્ટલેન્ડ જેને માને છે તેવા રશિયાને પરાસ્ત કરવા સતત આતુર છે. તેથી ત્યાંથી પણ સેંકડો ભાડુતી સૈનિકો (મર્શીનરીઝ) યુક્રેન પહોંચી ગયા હતા.
બીજી તરફ રશિયાના હુમલાઓ તો સતત ચાલુ જ રહ્યા છે. તેમાં રશિયાના સંરક્ષણ મંત્રીએ ઉત્તર કોરિયાની મુલાકાતે જઈ ઉ. કોરિયાના સરમુખત્યાર કીમ જોંગ-ઉન અને ઉ. કોરિયામાં સર્વેસર્વા બની રહેલા તેમના બહેન કીમ યો જુંગ ની સાથે પણ મંત્રણા કરી હતી. સંભવ છે કે ઉ. કોરિયા રશિયાને સૈનિક તથા શસ્ત્ર સહાય આપશે જ.
સાથે તેવું પણ જાણવા મળ્યું છે કે ઝેલેન્સ્કી યુદ્ધ મોરચે આ વિદેશી (મર્શીનરી) સૈનિકોને જ આગળ રાખી યુક્રેન સૈનિકો તેમની પાછળ રહે છે. તેથી રશિયન આર્ટીવરીનો તેઓ જ સૌથી પહેલા ભોગ બને છે. ટુંકમાં ઝેલેન્સ્કી તેમના ગન ફોડર (તોપનો-મારો) બનાવી રહ્યા છે. તેવી પ્રતીતી થતાં તે હજ્જારો ભાડુતી સૈનિકોની હવે કીવને રક્ષવાની ધગશ ઘટી ગઈ છે.
આ સાથે તેવું પણ જાણવા મળ્યું છે કે શસ્ત્ર સરંજામ તથા ખાધાખોરાકી સહિત અન્ય પુરવઠો પણ પુરતા પ્રમાણમાં તેમને પહોંચતો નથી. કદાચ કીવ તે પહોંચાડવાને પૂરતું સમર્થ પણ નહીં હોય.
તે જે હોય તે પરંતુ હવે ઈવીલ હાર્ટલેન્ડ મનાતાં રશિયાને પરાસ્ત કરવાની તે ભાડુતીયાઓની ધગશ ઘટી રહી છે તેઓ યુક્રેન છોડવા લાગ્યા છે.