માની લો કે તમારે 50 હજારનું લેપટોપ લેવુ છે, અને કામ માટે લેપટોપ જરુરી છે. પરંતુ થઈ શકે કે તેના માટે તમારી પાસે પુરતા પ્રમાણમાં પૈસા ન હોય. અને આવા સમયે તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી લેપટોપ ખરીદો છો. અને તેમાં EMI થી ભરવાનું ઓપશન પસંદ કરો છો. આમાં થોડું વ્યાજ ભરવાનું આવશે. પરંતુ આ સિવાય પણ એક એવુ ઓપ્શન છે જેમા તમે તમારા બજેટ પર વધુ અસર થયા વગર તમારી જરુરીયાત પ્રમાણે સામાન ખરીદવાની સુવિધા આપે છે. જો કે ક્રેડિટ કાર્ડનો વધારે પડતો ઉપયોગ કરવો એ તમને ક્યારેક મુશ્કેલીમાં મુકી દે છે.
કોઈ પણ પ્લાનિંગ વગર મન ફાવે તેવી રીતે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હોય છે.
જો તમે નોકરી કરતાં હોવ તો બેંક તમને તમારા પગાર કરતા ડબલ રકમની ક્રેડિટ આપે છે. જો તમારો પગાર 50 હજાર આવતો હોય તો બેંકવાળા તમને 1 લાખ સુધીની લિમિટ આપે છે. કેટલાક લોકો આ પુરી લિમિટ વાપરી નાખે છે. તેઓ કોઈ પણ પ્લાનિંગ વગર મન ફાવે તેવી રીતે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હોય છે. અને તેમા કેટલીકવાર ટાઈમસર બીલ ન ભરી શકવાથી તેના માટે બીજાની પાસેથી માંગીને ભરતા હોય છે. અને તેના પછી ઉધારીની સાયકલ શરુ થઈ જાય છે.
દેવાના બોજામાંથી બચવા માટેનો ઉપાય
જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો આ એડવાઈઝરી તમારા માટે છે, તેમા તમે તમારી ક્રેડિટ એમાઉન્ટમાંથી 30 ટકા રકમનો જ ઉપયોગ કરો. એટલે કે જો તમારા ક્રેડિટ કાર્ડની લિમિટ 1 લાખ છે તો તમે માત્ર 30 હજાર જ ઉપયોગ કરો. તમારે 30 ટકા બીલ પેમેન્ટ કરવામાં સરળતા રહેશે અને તમારે કોઈ પાસેથી ઉધાર લેવાની જરુર નહી પડે.