હવે અંજુએ પાકિસ્તાનમાં પોતાના ફેસબુક મિત્ર સાથે લગ્ન કર્યા બાદ પોતાનું નામ ફાતિમા કરી લીધુ છે, અને ઇસ્લામ ધર્મ અપનાવી લીધો છે, ત્યારે હવે અંજુનુ વધુ એક નિવેદન સામે આવ્યુ છે.
મને ભારત પાછા આવવા લાયક રાખી પણ નથી.ભારતથી પાકિસ્તાન ગઇ અંજુએ એક ઇન્ટરવ્યુહમાં કહ્યું છે કે, “મને ભારત પાછા આવવા લાયક રાખી પણ નથી અને હું પાકિસ્તાનમાં સુરક્ષિત છુ, મને ત્યાં કોઇ સ્વીકારશે પણ નહીં ,અહીં હું આઝાદ છુ મને કોઇનો પણ દબાવ નથી”
મહત્વનું છે કે,પાકિસ્તાનમાં ઇસ્લામ અપનાવ્યા બાદ અંજુનું નામ ફાતિમા કરવામાં આવ્યુ, અંજુ અને નસરુલ્લાના લગ્ન જીલ્લા કોર્ટમાં થયા હતા. બંનેનો નિકાહનામા પણ સામે આવી ચૂક્યો છે.
અંજુનો પાકિસ્તાની પતિ નસરુલ્લાની વાત કરીએ તો, તે મેડિકલ લાઇનમાં છે, તેમના પિતા નથી. નસરુલ્લા અંજુને પાકિસ્તાનનની ઘણી જગ્યાઓ પર ફરાઇ રહ્યો છે. જેના વીડિયો પણ તે પોસ્ટ કરી રહ્યો છે. અંજુને નસરુલ્લાના પરિવારે પણ સ્વીકારી લીધી છે, તેમના ઘરની બહાર સિક્યોરિટી મૂકવવામાં આવી છે.
અંજુનો પરિવાર ખ્રિસ્તી પરિવાર છે અને તે ટપુકડાની ટેરા ઇઝીલેસ સોસાયટીમાં રહે છે. અંજુ ટપુકડામાં એક કંપનીમાં કામ કરે છે. જો કે, અરવિંદ અને અંજુના લગ્ન વર્ષ 2007માં થયા હતા. અંજુનો પાસપોર્ટ પહેલેથી જ બની ગયો હતો. પાસપોર્ટ તેના જૂના સરનામે બનાવવામાં આવ્યો છે. અંજૂનો પતિ અરવિંદે કહ્યું હતુ કે, વિદેશમાં નોકરી કરવા માટે અંજુએ બે વર્ષ પહેલાં જ પાસપોર્ટ બનાવ્યો હતો.
અંજુએ એક ઇન્ટરવ્યુહમાં તેને પુછવામાં આવેલા સવાલોના જવાબો આપતા કહ્યું કે, હું બધુ જોઇ રહી છુ, કે મારા વિશે સોશિયલ મીડિયા પર કેવુ કહેવામાં આવી રહ્યું છે, મારા પરિવાર અને બાળકો મને સ્વીકારવાના નથી તો હું ભારત આવીને ક્યાં જઇશ? ત્યાં મારી કોણ ગેરંટી લેશે? હું આઝાદ છુ, હું પણ બતાવી શકુ છુ કે, હું શું શું કરી શકી છું.
પાકિસ્તાન જવા પર અંજુએ કહ્યું કે, અહીં ટુરિસ્ટ આવે જ છે, હું આવી ગઇ એમા શું થઇ ગયુ? આ મારી પર્સનલ લાઇફ ચે, મારા પતિને હું કાઇ સમજતી નથી, મેં મારા પતિને તો ઘણા સમય પહેલાંથી જ છોડી દીધા હતા.