રાજધાની દિલ્હીમાં હત્યાઓની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે 24 કલાકમાં બે હત્યાઓથી લોકોમાં સનસનાટી મચાવી દીધી છે. આ ઘટના પોશ એરિયા માલવીય નગર વિસ્તારમાં દિવસ દરમિયાન એક બાળકીની હત્યા કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે મૃતકનું નામ નરગીસ છે. ફરાર આરોપી પણ ઝડપાઈ ગયો છે. આરોપીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે યુવતીએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી, જેના કારણે તેણે ગુસ્સે થઈને તેની હત્યા કરી નાખી હતી.
Delhi | We received information that the body of a 25-year-old girl was found near Aurbindo College in South Delhi's Malviya Nagar. An iron rod was found near her body. According to a preliminary investigation, the girl was attacked with a rod. Further investigation is in… pic.twitter.com/eCOeVAd1yi
— ANI (@ANI) July 28, 2023
આરોપીએ ખાર રાખીને છોકરીની હત્યા કરી
આ ઘટનાની સુત્રોમાંથી મળતી માહિતી મુજબ માલવિયા નગરના એક પાર્કમાં આશરે 22-23 વર્ષની નરગીસ પર લોખંડના સળિયાથી હુમલો કરવાથી ગંભીર રીતે ઘાયલ થતા તેણીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. હત્યા કર્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો જોકે પોલીસે આરોપીને થોડી જ વારમાં ઝડપી લીધો હતો. આરોપીની ઓળખ 28 વર્ષીય ઈરફાન તરીકે થઈ છે જે સંગમ વિહારનો રહેવાસી છે. પોલીસના જણાવ્યા અનુસાર નરગીસના પરિવારે આરોપી સાથે લગ્ન કરવાની ના પાડી હતી ત્યાર બાદ નરગીસે ઈરફાન સાથે વાત કરવાનું બંધ કરી દીધુ હતું તેનો ખાર રાખીને હત્યા કરી નાખી હતી.
યુવકે મહિલાને ગોળી મારીને બાદમાં પોતે આત્મહત્યા કરી લીધી
આ સિવાય રાજધાની દિલ્હીમાં ગઈકાલે બીજી એક ઘટનામાં એક યુવકે પહેલા મહિલાને ગોળી મારીને હત્યા કરી હતી ત્યારબાદ પોતાને પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. આરોપી યુવક અને મહિલા પહેલેથી જ એકબીજાને ઓળખતા હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક પોલીસના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ 42 વર્ષિય મહિલા કે જેનું નામ રેણુ ગોયલ અને આરોપી જેનુ નામ આશિષ હતું બંને એક જ જીમમા જતા હતા અને ઘણા દિવસોથી એક બીજાને ઓળખતા હતા. પોલીસનું કહેવું છે કે રેણુના પતિનો પ્રોપર્ટીનો બિઝનેસ છે અને તેને ત્રણ બાળકો છે. આ મામલે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
દિલ્હી અત્યંત અસુરક્ષિત: સ્વાતિ માલીવાલ
દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે મહિલાઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે જ્યારે 24 કલાકની અંદર મહિલાઓની હત્યા થાય છે. તેણે ટ્વિટ કર્યું હતું કે દિલ્હીમાં જ્યાં એક મહિલાને તેના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી, તો બીજી તરફ માલવિયા નગર જેવા પોશ વિસ્તારમાં એક છોકરીને સળિયાથી મારવામાં આવી. દિલ્હી અત્યંત અસુરક્ષિત છે. તેનાથી કોઈને વાંધો નથી. માત્ર અખબારના અહેવાલોમાં છોકરીઓના નામ બદલાય છે, ગુનાઓ અટકતા નથી.