આ કાર્યક્રમમાં નર્મદા જિલ્લા પ્રભારી શ્રી ધર્મેશભાઈ પંડ્યાજી, નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી ડૉ. દર્શનાબેન દેશમુખજી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ વસાવાજી, જીલ્લા યુવામોરચા મહામંત્રી શ્રી મનીષભાઈ પટેલજી, નાંદોદ તાલુકા પંચાયત સદસ્ય વનીતાબેન વસાવા, કાર્યકર્તા શ્રી ડૉ. રવિભાઈ દેશમુખજી તથા શ્રી સુનિલભાઈ વસાવાજી, યુવક બોર્ડ ના જિલ્લા ના સંયોજક જયદીપ પાટણવાડીયા, સહિત અન્ય સભ્યોશ્રીઓએ ઉત્ત્સાહભેર ભાગ લીધો અને પર્યાવરણ પ્રત્યે પોતાની ફરજ નિભાવતા વૃક્ષારોપણ કર્યું હતું.
કાર્યક્રમ પૂર્વે પાટણા ગામ ખાતે આવેલ મહાલક્ષ્મી માતા મંદિર મંદિરે પૂજા-અર્ચના કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. અને અંતે લોક જાગૃતિરૂપે ગ્રામજનો તથા યુવક બોર્ડના યુવકો સાથે સંવાદ કર્યો હતો..
રિપોર્ટ-શૈશવ રાવ રાજપીપળા