અમેરિકાએ એચ-૧બી વિઝા જારી કરવા માટે લોટરીનો બીજો તબક્કો પૂર્ણ કરી લીધો છે અને પસંદગી પામેલા ઉમેદવારોને જાણ કરી દેવામાં આવી છે તેમ ફેડરલ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે.
એચ-૧બી વિઝા એક નોન ઇમિગ્રેશન વિઝા છે. આ વિઝા અમેરિકન કંપનીઓને વિદેશી કર્મચારીઓને નોકરી પર રાખવાની મંજૂરી આપે છે. ભારત અને ચીનના આઇટી પ્રોફેશનલોમાં આ વિઝા ખૂબ જ લોકપ્રિય છે. યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (યુએસસીઆઇએસ)એ જણાવ્યું છે કે ૧ ઓકર્ટોબરથી શરૂ થતાં નાણાકીય વર્ષ માટે પસંદગી પામેલા સફળ ઉમેદવારાને જાણ કરી દેવામાં આવી છે.
યુએસસીઆઇએસ દર વર્ષે ૮૫૦૦૦ એચ૧-બી વિઝા જારી કરે છે. લોટરીનો પ્રથમ તબક્કો માર્ચમાં આયોજિત કરવામાં આવ્યો હતો.
યુએસસીઆઇએસએ વધુમાં જણાવ્યું છે કે એચ-૧બી પ્રોગ્રામ દેશની ઇમિગ્રેશન સિસ્ટમનો અભિન્ન અંગ છે. યુએસસીઆઇએસ કાયદાના અમલ માટે અને યુએસ લેબર માર્કેટની બદલાતી જતી જરૂરિયાતોને મદદ કરવા માટે કટિબદ્ધ છે.