Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 24°C

‘આ રહે ડમરૂધારી…’, OMG 2નું ટ્રેલર રિલીઝ, શિવદૂત બનેલા અક્ષય કુમાર અને ભક્ત પંકજ ત્રિપાઠીની જોડીએ કર્યા ઈમ્પ્રેસ.

‘આ રહે ડમરૂધારી…’, OMG 2નું ટ્રેલર રિલીઝ, શિવદૂત બનેલા અક્ષય કુમાર અને ભક્ત પંકજ ત્રિપાઠીની જોડીએ કર્યા ઈમ્પ્રેસ.

બોલીવૂડના સુપરસ્ટાર અક્ષય કુમારની ફિલ્મ ‘OMG’ સુપર-ડુપર હિટ રહી હતી. ત્યારથી ફેન્સ આ ફિલ્મની સિક્વલની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તમામ મુશ્કેલીઓ પછી અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘OMG 2’નું ટ્રેલર આખરે આજે રિલીઝ થઈ ગયું છે. અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠીની જોડીએ ફિલ્મના ટ્રેલરમાં ‘રખ વિશ્વાસ’ની ટેગ લાઈન સાથે ધમાલ મચાવી દીધી છે.

MG 2નું જબરદસ્ત ટ્રેલર રિલીઝ

‘શુરુ કરો સ્વાગત કી તૈયારી, આ રહે ડમરુધારી’ સાથેનું ‘OMG 2’નું ટ્રેલર શરીરમાં એક અલગ ઊર્જા ભરી દે છે. ફિલ્મમાં અક્ષય કુમારના અવતારે લોકોના દિલ જીતી લીધા છે. આ ઉપરાંત ફિલ્મમાં ભક્ત બનેલા પંકજ ત્રિપાઠી કાંતિ શરણ મુદગલના રોલમાં છે. કાંતિ શરણ મુદગલની ભગવાનમાં શ્રદ્ધા જોઈને લોકો ‘હર હર મહાદેવ’ના નારા લગાવી રહ્યા છે.આ ફિલ્મમાં યામી ગૌતમે વકીલની ભૂમિકા ભજવી છે. ટ્રેલર જોઈને સમજાય છે કે આ વખતે ફિલ્મમાં દેશની શિક્ષણ વ્યવસ્થા પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

દેશની શિક્ષણ વ્યવસ્થાને લઈને કોર્ટમાં પહોંચશે કાંતિ શરણ મુગદલ

ટ્રેલરની શરૂઆતમાં ભગવાન શિવની છબી દેખાય છે અને અવાજ સંભળાય છે કે નંદી મારા ભક્ત મુશ્કેલીમાં મુકાઈ જવાના છે, કોઈ શિવગણ લઈ જાવ જે તેની રક્ષા કરી શકે. આ પછી ટ્રેલરમાં કોર્ટરૂમ સીન આવે છે જ્યાં કાંતિ શરણ મુદગલનું નામ કહેવામાં આવે છે. આ પછી જજ પૂછે છે કે આરોપી અને ફરિયાદી કોણ છે. આ પછી પંકજ ત્રિપાઠી હાથ ઊંચો કરે છે. ટ્રેલરમાં પંકજ એટલે કે કાંતિ શરણ મુદગલ ભગવાનની આસ્થામાં તલ્લીન અને પોતાની દુનિયામાં વ્યસ્ત જોવા મળે છે. તેમનો પરિવાર અને ભગવાન શિવની પૂજા તેમના જીવનમાં સર્વોપરી છે. જો કે આ દરમિયાન તેમના પુત્ર સાથે કંઈક એવું બને છે કે તે દેશની શિક્ષણ વ્યવસ્થાને લઈને કોર્ટમાં પહોંચે છે.

ફિલ્મના જબરદસ્ત વન લાઇનર્સ

આ મુશ્કેલ સમયમાં શિવગણ તરીકે અક્ષય કુમાર તેમની દરેક મુશ્કેલીમાં મદદ કરતા જોવા મળે છે. એકંદરે ફિલ્મનું ટ્રેલર જબરદસ્ત છે. પંકજ ત્રિપાઠી એક સામાન્ય ભક્તની ભૂમિકાને અનુરૂપ છે. તેમની શ્રધ્ધા જોઈને રુવાંટી ઉભી થઈ જાય છે. આ ઉપરાંત લાંબા વાળ સાથે શિવ ગણના રૂપમાં અક્ષય કુમાર પણ તેના કપાળ પર રાખ અને ચહેરા પર સ્મિત સાથે ખૂબ જ જબરદસ્ત દેખાઈ રહ્યો છે. યામી ગૌતમ પણ વકીલના રોલમાં શાનદાર લાગી રહી છે. ફિલ્મના વન લાઇનર્સ પણ ખૂબ જબરદસ્ત છે. સનાતન ધર્મને લગતા આવા ઘણા ઉપદેશ ભરેલા સંવાદો છે, જેના પર થિયેટરોમાં તાળીઓ પડવાની પૂરી આશા છે.

આ ફિલ્મ 11 ઓગસ્ટે રિલીઝ થશે

અક્ષય કુમારની આ ફિલ્મ 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મની ટક્કર સની દેઓલની ‘ગદર 2’ સાથે થશે. બંને સિક્વલ ફિલ્મો છે અને તેના પહેલા ભાગે બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડ્યા હતા. આ ફિલ્મમાં અક્ષય કુમાર, પંકજ ત્રિપાઠી ઉપરાંત યામી ગૌતમ, અરુણ ગોવિલ, ગોવિંદ નામદેવ જેવા સ્ટાર્સ જોવા મળશે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.