બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન તેની આગામી ફિલ્મ ‘ઘૂમર’ને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન ‘ઘૂમર‘નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મના ટ્રેલરની રિલીઝ ડેટ 3 ઓગસ્ટ રાખવામાં આવી હતી. પરંતુ આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈના મૃત્યુના સમાચાર સામે આવ્યા બાદ અભિષેક બચ્ચને ‘ઘૂમર’ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટને આગળ વધાવ્યું હતુ. પરંતુ હવે બધાની રાહ પૂરી થઈ છે અને ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.
દિવંગત કરોલી ટેક્સની વાર્તા પર આધારિત
ઘૂમર’ની સ્ટોરી વિશે વાત કરીએ તો, તે હંગેરિયન જમણા હાથની શૂટર દિવંગત કરોલી ટેક્સની વાર્તા પર આધારિત છે. જેમના એક હાથે ગંભીર ઇજા થઇ હતી. પરંતુ તેમ છતાં, તેની સખત મહેનત અને સમર્પણથી, તેણે તેના ડાબા હાથથી બે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યા.
Baayein haath ka khel.#GhoomerTrailer out now! https://t.co/5Y2NrAiLDd#GhoomerInCinemas on 18th August#RBalki @AzmiShabana @SaiyamiKher @Imangadbedi #AnirudhSharma @vishalsinha_dop @ItsAmitTrivedi #RahulSengupta @swanandkirkire @KausarMunir @HopeProdn #PenMarudhar
— Abhishek 𝐁𝐚𝐜𝐡𝐜𝐡𝐚𝐧 (@juniorbachchan) August 4, 2023
અંગદ બેદી અને શબાના આઝમી પણ મહત્વના રોલમાં
ટ્રેલર પહેલા મેકર્સે એક ટીઝર શેર કર્યું હતુ. જેનો સારો રિસ્પોન્સ મળ્યો હતો. ટીઝરમાં અભિષેક બચ્ચનનો દમદાર ડાયલોગ હતો. જીંદગી જ્યારે મોઢાં પર દરવાજો બંધ કરે છે તો તેને ખોલી અને તોડવો પડે છે. તમને જણાવી દઈએ કે, અભિષેક બચ્ચનની ફિલ્મને બાલ્કીએ લખી પણ છે અને ડાયરેક્ટર પણ કરી છે. આ ફિલ્મમાં અંગદ બેદી અને શબાના આઝમી પણ મહત્વના રોલમાં જોવા મળશે.
મહારાષ્ટ્ર માટે સ્કૂલ લેવલ પર ક્રિકેટ રમી સૈયામી
તમને જણાવી દઈએ કે સૈયામીએ મહારાષ્ટ્ર માટે સ્કૂલ લેવલ પર ક્રિકેટ રમી છે. બાદમાં તેણે રાષ્ટ્રીય ટીમની પસંદગીમાં પણ સ્થાન મેળવ્યુ હતુ, પરંતુ તેણે તેના બદલે બેડમિન્ટન સ્ટેટ ચેમ્પિયનશીપની પસંદગી કરી હતી.આ સિવાય સૈયામી ખેર તાહિરા કશ્યપની આગામી ફિલ્મ ‘શર્માજી કી બેટી’ અને અશ્વિની અય્યર તિવારીની ‘ફાડુ’ફિલ્મનો ભાગ હતી. આ ઉપરાંત આનંદ દેવેરાકોંડા સાથે ‘બ્રેથઃ ઈનટુ ધ શેડો એન્ડ હાઇવે’માં પણ કામ કરી ચૂકી છે.ત્યારે ફરી એકવાર અભિષેક અને સૈયામી પોતાના પર્ફોર્મન્સથી દરેકના દિલ જીતવા માટે તૈયાર છે.