તોશાખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને ત્રણ વર્ષની સજા સંભળાવવામાં આવી છે. તેની સામે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. કોર્ટે ઈમરાન સામે એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. પાંચ વર્ષ સુધી હવે તેઓ ચૂંટણી પણ નહીં લડી શકે. ઈસ્લામાબાદની ટ્રાયલ કોર્ટે શનિવારે તોશાખાના કેસમાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના વડા ઈમરાન પર લાગેલા આરોપોને સાચા ગણાવ્યા.
तोशा खाना मामले में तीन साल की सजा सुनाए जाने और राजनीति से अयोग्य ठहराए जाने के बाद इमरान खान को पाकिस्तान में उनके जमान पार्क स्थित आवास से गिरफ्तार कर लिया गया। इमरान खान को जेल भेजा जा रहा है.#ImranKhan #ImranKhanForPakistan #ImranRiazKhanIsOurHero #imrankhanPTI… pic.twitter.com/JtDqJmYsMM
— One India News (@oneindianewscom) August 5, 2023
સુનાવણી દરમિયાન જજે કહ્યું કે પૂર્વ વડાપ્રધાને બેઈમાની બતાવી છે. ઈમરાન લાંબા સમયથી ભ્રષ્ટાચારના આ કેસમાં સુનાવણીનો સામનો કરી રહ્યો હતો. ટ્રાયલ કોર્ટના નિર્ણય બાદ ઈમરાનની રાજકીય કરિયર પણ પૂરી થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. પાકિસ્તાનમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. તેવામાં ઈમરાન ખાન માટે આ મોટી સમસ્યા ઊભી થઈ છે.
In a major development, a district and sessions court convicted Pakistan Tehreek-e-Insaf (PTI) Chairman and former PM Imran Khan in the Toshakhana case, sentencing him to three years in prison, reports Pakistan's Geo News pic.twitter.com/9vfThi7mkC
— ANI (@ANI) August 5, 2023
ઈસ્લામાબાદ પોલિસને તરત ઈમરાન ખાનની ધરપકડ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. પોલિસ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાનની ધરપકડ કરવા માટે લાહૌરમાં જમાં પાર્ક પહોંચી છે. જમાં પાર્કની ચારે બાજુ પોલિસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. કોઈ અપ્રિય ઘટના ના બને તેના માટે આસપાસના રસ્તા બંધ કરવામાં આવ્યા છે. ઈમરાન ખાનની ધરપકડને કારણે પાકિસ્તાનમાં તેની પાર્ટી ધમાલ કરે તેવું અનુમાન છે.
શું છે તોશાખાના કેસ?
ઈમરાન ખાન જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન હતા ત્યારે તેમને દુનિયાભરમાંથી ભેટ મળી હતી. ઈમરાનને આ ભેટો પાકિસ્તાનના તોશાખાનામાં જમા કરાવવાની હતી. પરંતુ ઈમરાને ભેટો જમા કરાવવાને બદલે તેને વેચી દીધી. ઈમરાને ભેટો વેચીને જે પૈસા મળ્યા હતા તે પોતાની પાસે રાખ્યા હતા. આ રીતે પૂર્વ વડાપ્રધાને કાયદાનું ઉલ્લંઘન કર્યું. પાકિસ્તાનના રાજકારણમાં છેલ્લા ઘણા મહિનાઓથી તોશાખાનાનો મામલો ચર્ચામાં હતો. હવે ભ્રષ્ટાચારના આ કેસમાં ઈમરાનને જ દોષી જાહેર કરવામાં આવ્યો છે.