Skip to content
બુધવાર, નવેમ્બર 25, 2026 Ahmedabad 22°C

‘ચંદ્રમુખી 2’થી કંગના રનૌતનો ફર્સ્ટ લુક આઉટ, શાહી અંદાજમાં જોવા મળી એક્ટ્રેસ.

‘ચંદ્રમુખી 2’થી કંગના રનૌતનો ફર્સ્ટ લુક આઉટ, શાહી અંદાજમાં જોવા મળી એક્ટ્રેસ.

લાયકા પ્રોડક્શન્સે ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ કર્યું છે. ‘ચંદ્રમુખી 2’ એ હિટ તમિલ હોરર-કોમેડી ફિલ્મ ‘ચંદ્રમુખી’ની સિક્વલ છે. પહેલા ભાગમાં રજનીકાંત અને જ્યોતિકા મુખ્ય ભૂમિકામાં હતા. સિક્વલ ફિલ્મમાં રાઘવ લોરેન્સ અને કંગના રનોત મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

મળતી માહિતી પ્રમાણે, એકટ્રેસે સાઉથ સિનેમાંમા પણ એન્ટ્રી લઇ લીધી છે. આ ફિલ્મનો પહેલો પાર્ટ દર્શકોને ખૂબ પસંદ આવ્યો હતો. કંગનાના ફિલ્મના લુકથી ચાહકોમાં ફિલ્મને લઈને ઉત્સુકતા છવાઈ ગઈ છે. પોસ્ટરમાં કંગના મહેલની અંદર પોઝ આપતી જોવા મળી રહી છે.

ફિલ્મ ચંદ્રમુખીનું પોસ્ટર Lyca પ્રોડક્શને શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, “આ સુંદરતા અને આ પોઝ જે આપણું ધ્યાન ખેંચે છે! ચંદ્રમુખી 2 માંથી ચંદ્રમુખીમાંથી સુંદર કંગના રનૌતનો લુક..” પી વાસુ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ લાઇકા પ્રોડક્શન દ્વારા નિર્મિત છે.

ફિલ્મમાં કંગનાનો સંપૂર્ણ લુક જાહેર કરતા પહેલા નિર્માતાઓએ અભિનેત્રીના લુકની એક ઝલક બતાવી હતી. અભિનેત્રીનો લુક સામે આવ્યા બાદ ચાહકોએ તેની સુંદરતાના ખૂબ વખાણ કર્યા છે.

ફિલ્મમાં કંગનાનું કેરેક્ટર

આ ફિલ્મમાં કંગના રનૌત એક ડાન્સરની ભૂમિકા ભજવી રહી છે. જે એક રાજાના દરબારમાં ડાન્સ કરે છે જે તેની સુંદરતા અને ડાન્સ માટે પ્રખ્યાત છે. ‘ચંદ્રમુખી 2’ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં રિલીઝ થશે.

વર્ક ફ્ર્ન્ટની વાત કરીએ તો ‘ચંદ્રમુખી 2’ સિવાય કંગના રનૌત ફિલ્મ ‘તેજસ’માં ભારતીય વાયુસેનાના પાયલટના રોલમાં જોવા મળશે. આ સિવાય ફિલ્મ ‘ઇમરજન્સી’માં તે દિવંગત વડાપ્રધાન ઈન્દિરાની ભૂમિકામાં જોવા મળશે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.